રક્તદાન યજ્ઞમાં 1,99,850 સીસી રક્ત એકત્રDecember 08, 2018

 મહોત્સવને સફળ બનાવવા સહાયરૂપ બનેલા શ્રેષ્ઠીઓનું આજે ‘સહાયક સન્માન સમારોહ’માં સન્માન
રાજકોટ તા,8
વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ તારીખ 5 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ,રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણનગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાઈરહ્યો છે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની 98મા જન્મજયંતી મહોત્સવઅને રાજકોટ મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ ઉપક્રમે સ્વામિનારાયણ નગરમાંસેવાના અનેકવિધ પ્રકલ્પો ચાલી રહ્યા છે. આજ રોજ આર્થિકજરૂરિયાતમંદદર્દીઓ માટે નનિ:શુલ્ક ઓપરેશન યજ્ઞથ અંતર્ગત રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. રાજકોટના નિષ્ણાત ડોકટરો દ્વારા રજીસ્ટર્ડથયેલા તમામ દર્દીઓની
સારવારની પૂર્તિ આવનારા 15-30 દિવસમાં કરવામાં આવશે. સાથે સાથે સ્વામિનારાયણ નગરમાં છેલ્લા ત્રણ દિવસથી ‘બ્લડ ડોનેશન’ કેમ્પ ચાલી રહ્યો છે. જેમાં ત્રણ દિવસમાં550થી વધુ પુરુષ-મહિલા ભક્તો-ભાવિકોએ 1,99,850સીસી રક્તનું દાન કર્યું હતું. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જેમણે પોતાના 95 વર્ષના સમગ્ર જીવનકાળ દરમ્યાન 17,000થી વધુ ગામો વિચરી,2,50,000થી વધુ ઘરોમાં પધારીઅને 7,00,000થી વધુ પત્રોના જવાબ આપીદીન દુ:ખિયાનાં દુ:ખોને સમાવી તેમજ માનવઉત્કર્ષના મહોત્સવો યોજી જેમણે માનવઉત્થાન અને જન-કલ્યાણની ગંગા નિરંતર વહાવી છે. એવા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવન પર આધારિત નૃત્યનાટિકા ‘સંત પર મહિતકારી’ની સાંયકાળે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આજે સાયંકાળે પ્રમુખસ્વામી મંડપમમાં જન્મજયંતી મહોત્સવને સફળ બનાવામાં સહાયરૂપ શ્રેષ્ઠીઓ માટે નસહાયક સન્માન સમારોહથ યોજાશે. બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન વક્તા અને મહોત્સવ સમિતિના અગ્રેસરસંત પૂ.બ્રહ્મવિહારી સ્વામી પ્રેરક વકતવ્યનો લાભ આપશે.