ધજાળા આશ્રમ શાળામાં ધો.8ના છાત્રનું ઝેરી જનાવર કરડી જતા મોતDecember 08, 2018

રાજકોટ સારવારમાં દમ તોડતા
પરિવારમાં અરેરાટી
રાજકોટ તા.8
સાયલા તાલુકાના ધજાળા ગામે આવેલી આશ્રમ શાળામાં ધો.8માં અભ્યાસ કરતા ચુડા તાલુકાના ભગુપુર ગામના તરૂણનું ઝેરી જનાવર કરડી જતા મોત નિપજ્યું હતુેં આશાસ્પદ તરૂણના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સજાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચુડા તાલુકાના ભગુપુર ગામનો અશ્ર્વિન મકાભાઇ મંદુરીયા નામનો 13 વર્ષનો તરૂણ સાયલા તાલુકાના ધજાળામાં આવેલી આશ્રમ શાળામાં રહીને ધો.8માં અભ્યાસ કરતો હતો. પાંચેક દિવસ પહેલા તરૂણને ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે સુરેન્દ્રનગર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તરૂણનું મોત નિપજતા પરિવારમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઇ છે.
નજીવા પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર ત્રણ શખ્સોનો પાઈપ ધારીયાથી હુમલો
ચોટીલા તાલુકાના નાના કાંધાસર ગામે રહેતા બચુભાઈ શિવાભાઈ મેણિયા નામના 42 વર્ષના કોળી પ્રૌઢ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની વાડીએ હતા. ત્યારે રામશી, વનરાજ અને અશ્ર્વિન નામના શખ્સોએ ઝઘડો કરી પાઈપ અને ધારિયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજા બનાવમાં થાન સરોડી ગામે રહેતા દેવુ કેશુ મેટાળિયા (55) અને વિરમ દેવા મેટાળિયા (ઉ.27) રાત્રે પોતાની વાડીએ હતા ત્યારે સુખા ટપુ મેટાળિયા સહિત પાંચ શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બન્નેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. ચોરીલાના મોલડીમાં યુવાન તાપણાની ઝાળે દાઝ્યો
ચોટીલા તાલુકાના ધારૈયા ગામે રહેતો હરેશ કરશનભાઈ જાડા (ઉ.27) ચોટીલાના મોટી મેલડી ગામે હતો ત્યારે કડકડતી ઠંડીથી બચવા તાપણી કરી તાપતો હતો. ત્યારે તાપણામાં કેરોસીન નાખતા ભડકો થતા યુવાન દાઝ્યો હતો. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.