સ્વામિનારાયણ નગરમાં હરિભક્તોની હેલી

  • સ્વામિનારાયણ નગરમાં હરિભક્તોની હેલી

રાજકોટમાં માધાપર ચોકડી પાસે ચાલી રહેલ પૂ.પ્રમુખસ્વામી મહારાજના 98 માં જન્મજયંતિ મહોત્સવના આજે ચોથા દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં. દસ દિવસના આ ભવ્ય મહોત્સવમાં રોજેરોજ અનેક ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો યોજાતા હોય અને સ્વામિનારાયણ નગર ધર્મનગરીની માફક ઉભુ કરાયુ હોય, ભાવિકોમાં ભારે આકર્ષણ ઉભુ થયુ છે અને સૌરાષ્ટ્રભરમાંથી વિશાળ સંખ્યામાં લોકો મુલાકાતે આવી રહ્યા છે આવતી કાલે રવિવાર હોવાથી ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી ધારણા છે.(તસવીર: પ્રવીણ સેદાણી)