રાજકોટમાં 16 વર્ષિય સગીરાએ ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધોDecember 08, 2018

 ઘરે આવેલી માતા દીકરીનો લટકતો મૃતદેહ જોઈ સ્તબ્ધ: કારણ જાણવા તપાસ શરૂ
રાજકોટ તા.8
રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ રોહિદાસપરામાં રહેતી 16 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના કુવાડવા રોડ ઉપર આવેલ રોહિદાસપરા શેરી નંબર 7માં રહેતા અને મજૂરીકામ કરતા અરવિંદભાઈ દાફડાની 16 વર્ષીય સગીર દીકરી પુષ્પાએ ગત સાંજે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના યુ બી પવાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો તપાસ કરતા મૃતક સગીરા પુષ્પા બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરની હતી અને ઇમીટેશનના કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતી હતી ગત સાંજે કામેથી આવી ત્યાર બાદ તેની માતા દરણુ દરાવીને પરત આવ્યા લટકતો મૃતદેહ જોયો હતો આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.