પારો ફરી એક ડિગ્રી ગગડ્યો, નલિયામાં 11.7December 08, 2018

 રાજકોટમાં સરેરાશ પાંચ કિ.મી.ની ઝડપે ફુંકાતા ઠંડા પવનથી દિવસભર ચમકારો
રાજકોટ તા.8
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે, આજે તાપમાનમાં સરેરાશ એક ડીગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. ફરી એકવાર સૌથી વધુ ઠંડી નલિયામાં રહી છે. જ્યાં આજે 11.7 ડીગ્રી મિનિમમ તાપમાન નોંધાયુ છે.
રાજકોટમાં ગઈકાલે 15.3 ડીગ્રી મીનિમમ તાપમાન નોંધાયુ હતું. જેમાં આજે એકાદ ડીગ્રી જેટલો ઘટાડો નોંધાતા 14.6 ડીગ્રી થઈ ગયુ છે. સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોને બાદ કરતા લગભગ બધી જ તાપમાન નીચુ ઉતર્યું છે પરંતુ દ્વારકા, ઓખામાં પારો અધ્ધર ચઢ્યો છે. દ્વારકામાં કાલે 18.4 ડીગ્રી લઘુતમ તાપમાન હતું તે આજે 19 ડીગ્રી થયું છે. આજ રીતે ઓખામાં પણ ગઈકાલના 22.6 ડીગ્રી મીનીમમ તાપમાન સામે આજે એક ડીગ્રીના વધારા સાથે 23.7 ડીગ્રી નોંધાયુ છે પરંતુ સૌથી મોટુ આશ્ર્ચર્ય પોરબંદરમાં જોવા મળ્યુ છે ત્યાં ગઈકાલે 16 ડીગ્રી તાપમાન હતું જ્યા 4 ડીગ્રી ઘટીને આજે 12.5 ડીગ્રી થઈ જતા પોરબંદરવાસીઓ થરથર ધ્રુજ્યા હતા. ભાવનગરમાં 16 ડીગ્રી, વેરાવળમાં 18.2 ડીગ્રી, ભૂજમાં 16.4 ડીગ્રી,
નલિયામાં 11.7 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં બે ડીગ્રીના વધારા સાથે 16.6 ડીગ્રી, ન્યુ કંડલામાં 15.5, કંડલા એરપોર્ટ પર 14.8 ડીગ્રી, અમરેલીમાં ત્રણ ડીગ્રીના વધારા સાથે 1પ.6 ડીગ્રી અને દીવમાં બે ડીગ્રીના વધારા સાથે 14.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
રાજકોટમાં આજે ડિસેમ્બર મહિનાનું સૌથી નીચુ તાપમાન 14.6 ડીગ્રી થઈ ગયુ છે. સાથે જ પાંચ કીમીની ઝડપે ફુંકાતા ઠંડા પવનના કારણે દિવસભર ઠંડીનો ચમકારો રહ્યો હતો.
જૂનાગઢ
જૂનાગઢમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું હતું. મહતમ તાપમાન 16 ડીગ્રી તથા લઘુતમ તાપમાન 12.4 ટકા નોંધાયુ હતું. તેમજ ભેજનું પ્રમાણ 65% રહ્યુ હતુ અને પવનની ઝડપ 2.4 રહેવા પામી હતી. સ્વામિનારાયણ ભગવાનને ઠંડીથી રક્ષણ...
આટકોટ ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ને પણ ગરમ વસ્ત્રો શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનનેં પણ ઠંડી લાગે ગુલાબી ઠંડીનો અનુભવ થયો છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ તથા ગણપતિ બજરંગી ને ગરમ વસ્ત્રો થી સણગાર કરવામાં આવ્યા હતા ભગવાનને ગોદડી ઓઢાડી દીધી જેને પણ ઠંડી ન લાગે ત્યારે વહેલી સવારે ભગવાનને ગરમ વસ્ત્રોનો સણગાર નજરે પડે છે. (તસવીર: કરશન બામટા)