રોબર્ટ વાડ્રાની ઓફિસે મધરાતે EDના દરોડાDecember 08, 2018

સોનિયા ગાંધીના જમાઈ વાડ્રાની ઓફિસ તોડીને અધિકારીઓ ઘૂસ્યા હોવાનો આરોપ
 ઓફિસના કર્મચારીઓને 13.14 કલાક ‘બંધક’ બનાવ્યા સહિતના આક્ષેપો
નવી દિલ્હી તા.8
ઈડીએ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાની અમુક ઓફિસ ઉપર દરોડા પાડ્યા હતા. ઈડીની આ કાર્યવાહી 16 કલાક ચાલી હતી. આ દરોડા રક્ષા સોદામાં અમુક લોકો પાસેથી કથિત રીતે લાંચ લેવાના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા.
સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી કંપનીના એડવોકેટ તબરેજનો આરોપ છે કે, ઈડી દિલ્હીના સુખદેવ વિહારમાં આવેલી વાડ્રાની ઓફિસના દરવાજા તોડીને અંદર ઘુસ્યા અને કર્મચારીઓને 13-14 કલાક સુધી અંદર બંધ રાખ્યા હતા. તેમનું કહેવું છે કે, ઈડીએ ગેટમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી વાખ્યા હતા અને ઓફિસમાં બધુ વેર-વિખેર કરી દીધું છે. તેમણે ઓફિસમાં દરેક કેબીનના તાળા પણ તોડી
નાખ્યા છે. તબરેજે આરોપ લગાવ્યો કે ઈડીની ટીમ જ્યારે ઓફિસમાં દાખલ થઈ ત્યારે તેમણે તેમની ઓળખ નહતી દર્શાવી. અમને તે વિશે સાંજે માહિતી મળી. જ્યારે ઈડીએ શુક્રવારે સવારે 11 વાગ્યાથી દરોડાની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીએ દિલ્હીમાં રોબર્ટ વાડ્રાના અંગત સંબંધીઓના ઘરે પણ દરોડા પાડ્યા છે.  

 
 
 

Related News