હવે ‘ધૂમ’ નહીં મચે!December 08, 2018


નવી દિલ્હી: ફિલ્મ ‘ધૂમ’માં જોવા મળેલી બાઈક તો સૌને યાદ જ હશે. સુઝુકીની બાઈક હાયાબુઝાએ ફિલ્મ ધૂમથી ઓટો માર્કેટમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી આ બાઈક ભારતમાંથી સૌથી પોપ્યુલર બની હતી ધુમ સિવાય પણ કેટલીક ફિલ્મોમાં સુઝુકીની બાઈક હાયાબુઝા જોવા મળી હતી. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર તા.31 ડિસે. બાદ સુઝુકીની બાઈક હાયાબુઝાનું પ્રોડકશન બંધ કરી રહી છે. રિપોર્ટ અનુસાર હાયાબુઝાનું ઉત્પાદન તા.31 ડિસે. બાદ બંધ થઈ જશે. છેલ્લા 20 વર્ષથી આ બાઈકનું ઉત્પાદન થઈ રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં આ બાઈકની એન્ટ્રી 1998 માં થઈ હતી અને 1999 ફરી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યુ હતું. એ સમયની આ પ્રથમ એવી બાઈક હતી કે 320 કીમી કલાકથી દોડતી
હતી. આંતર રાષ્ટ્રીય સ્તરે પણ આ બાઈક ખુબ પ્રચલીત થઈ હતી છેલ્લા 20 માં આ બાઈકના લુકસમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. હાયાબુઝા બાઈકની છેલ્લી અપડેટ વર્ષ 2008 માં લોન્ચ થઈ હતી ત્યાર બાદ કોઈ પ્રકારનો મોટો ફેરફાર કરવામાં આવ્યો નહતો યુરો 4 રેગ્યુલેશનના અનુસાર કંપની વેચાણ માટેની કોઈને પરવાનગી નહી આપે. આ ઉપરાંત સ્ટોક પૂરી થાય ત્યાં સુધી આ બાઈક વેચી શકાશે. અમેરીકાની બજારમાં આ બાઈકની બંધ થવાની સમય મર્યાદા નકકી કરવામાં આવી નથી. ભારતીય બજારમાં 2020 સુધી તેનુ વેચાણ યથાવત રહેશે.