ચૂંટણી નહીં લડવાની માધુરીની ભાજપ માટે ‘દિલધડક’ જાહેરાતDecember 08, 2018

મુંબઈ તા.8
બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષીત નેનેના પ્રતિનિધિએ તમામ અહેવાલોનું ખંડન કર્યુ છે, જેમાં કહેવાયું છે કે, તે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની ટિકિટ પર પુનાથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, પુના લોકસભા બેઠક માટે માધુરીનું નામ નકકી થઈ ગયું છે, પરંતુ તેના પ્રવકતાએ આ અહેવાલોનું ખંડન કર્યુ છે. માધુરીના પ્રવકતાએ કહ્યું કે, ‘આ અહેવાલ ખોટા અને કાલ્પનીક છે.’
ભાજપ અધ્યક્ષ અમીત શાહે આ વર્ષે જૂનમાં માધુરીના મુંબઈ સ્થિત ઘરે મુલાકાત કરી હતી. શાહે એ સમયે પાર્ટીના સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત મુંબઈ પહોંચ્યા હતાં. શાહે આ દરમિયાન અભિનેત્રીને નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધીઓથી અવગત કરાવી હતી.
મહારાષ્ટ્ર ભાજપના એક વરિષ્ઠ નેતાએ ગુરૂવારે કહ્યું હતું કે, માધુરી દિક્ષીતનું નામ પુના લોકસભા બેઠક માટે પસંદ કરી લેવાયું છે. તેમણે કહ્યું કે, પાર્ટી આ બેઠક પરથી માધુરીને ઉમેદવાર બનાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.