આ તે પ્લેન છે કે ‘હીરા’ની ખાણ..?December 08, 2018

હીરો... ડાયમંડની ઓળખ તો જ્વેલર જ કરી શકે છે. આ ખૂબ જાણીતી કહેવત છે. શું તમે ક્યારેય ડાયમંડથી જડેલું એરપ્લેન જોયું છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં જોઈ શકાય છે એક પ્લેનની ઉપર સંપૂર્ણ રીતે ડાયમંડ ચોટાડવામાં આવ્યા છે. અમિરેટ્સ એરલાઈન્સએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફોટો શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘જુઓ, એમિરેટ્સ બ્લિંગ 777 ફોટો સારા શકીલ દ્વારા’ આ ફોટોને સોશિયલ મીડિયામાં લોકો એવું માની રહ્યા છે કે પ્લેન પર ડાયમંડ ટાંકવામાં આવ્યા છે. સારા એક ક્રિસ્ટલ આર્ટિસ્ટ છે. એટલે કે જેને લોકો ડાયમંડનું વિમાન સમજી રહ્યા હતા તે તેમની ભૂલ હતી. આ ફોટો સારાએ ક્રિસ્ટલ દ્વારા બનાવ્યો હતો.