સિંહણ બચ્ચુ એક એક (બટકે) હજારા!December 08, 2018

મુંબઇ: સિંહના બાળકની સાથે ફોટોશૂટ કરાવી રહેલી રશિયાની એક ટીવી પ્રેસન્ટરને ક્યારે (સિંહબાળે) દાંત માર્યા તેની ખબર ના પડી. જોકે, બૂમ પાડ્યા બાદ અને ગભરાઇ જવાને બદલે સમજદારીથી કામ લીધું અને કોઇ ઉતાવળ કરી નહીં. જોકે, મહિલાએ કહ્યું કે એક સકારાત્મક અનુભવ મળ્યો. 40 વર્ષીય રશિયાની જાણીતી સ્ટાર આંફિસા ચેખોવ શેર સિંહબાળ સાથે મોસ્કોમાં ફોટોશૂટ કરાવી રહી હતી, સિંહબાળને મજાક કરવાનુ મન થયું અને આ મહિલા સાથે રમવા લાગ્યો ત્યારે અચાનક સિંહબાળે ચેખોવને પાછળની બાજુએ દાંત માર્યા. ચેખોવ દ્વારા પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ મૂકાયેલા ફોટોશૂટના વીડિયોમાં જોઈ શકાય છે કે, આ મહિલા કાળા કપડાંમાં ફોટોશૂટ કરાવા માટે આડી પડી છે અને મહિલાની પાછળની બાજુએ સિંહબાળ તેના પર કૂદવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
જેવો કેમેરામેન થોડા સમય માટે ત્યાંથી હટ્યો અને રશિયન સેલિબ્રિટીના નિતંબ પર પોતાના દાંત માર્યા, પરંતુ ચેખોવે બૂમ પાડી નહીં. ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટનો વીડિયો પોસ્ટ કરીને આંફિસા ચેખોવે લખ્યું કે નફોટોશૂટ દરમ્યાન મને આ સિંહબાળે દાંત ભરાયા પરંતુ અંતમાં મને એક સકારાત્મક અનુભવ મળ્યા.