એકસાથે 27 કાતરથી વાળની કત્લેઆમ!December 08, 2018

ગુજરાવાલા (પાકિસ્તાન): તમે એક હાથમાં દંતિયો અને બીજા હાથમાં કાતર પકડીને વાળ કાપતા વાંળદને જોયો હશે. પણ તમે એક સાથે 27 કાતર પકડીને લોકોનાં વાળ કાપતા વાંળદને જોયો છે? પાકિસ્તાનના ગુન્જરાવાલ્લા વિસ્તારના રવાલી કેન્ટ એરિયામાં રહેનારા મુહમ્મદ અવેસ વાળ કટિંગને લઈને પોતાના અલગ અંદાજનમે લીધે ચર્ચામાં છે. તેમની ખાસિયત એ છે કે તે ગ્રાહકોના વાળ કાપવા માટે એકસાથે 27 કાતરનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પર તેમનો વિડિઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ડેઇલીમેલનાં એક સમાચાર અનુસાર, 26 વર્ષનાં આ મુહમ્મદ અવેસે 6 મહિના પહેલા જ પોતાનું સલૂન ખોલ્યું છે.
એકવાર વાળ કાપવાનાં તે લગભગ 250 રૂપિયા ચાર્જ લે છે.
ફેમસ થવા વિશે અવેસ કહે છે કે મને હંમેશાં આ વાતનો ગર્વ થાય છે કે હું બીજાઓથી અલગ કરી શકું છું. તેમણે કહ્યું કે શરૂઆતમાં ઓછા લોકો સલૂનમાં આવતા હતા, પરંતુ હવે સંખ્યા ઘણી વધી ગઈ છે. અવેસ છેલ્લા 10 વર્ષથી વાંળદનો ધંધો કરે છે. તેમણે તેની તાલીમ ઇરાનમાં લીધી અને પછી તેણે ઇટાલીમાં કામ કરવાનું શરૂ કર્યું. સાથે જ તેમણે કહ્યું કે, 27 કાતર એકસાથે હાથમાં પકડી રાખવાનું સરળ નથી. તેના માટે જરૂરી પ્રેક્ટિસ અને અનુભવની ખાસ જરૂર છે.