મતદાનની અપીલકર્તા ખેલાડીનું નામ જ મતદાર યાદીમાંથી ગૂમ!December 08, 2018


હૈદરાબાદ: ગુટ્ટાએ મતદાર યાદીમાંથી નામ ગાયબ થવાને કારણે નારાજગી વ્યક્ત કરી છે. જ્વાલાએ સૌથી પહેલા લોકોને મતદાન કરવાની અપીલ કરતા એક ટ્વીટ કર્યું હતું.
ત્યારબાદ જ્વાલા ગુટ્ટા મતદાન કરવા કેન્દ્ર પર પહોંચી હતી. પરંતુ ત્યા તેને પોતાનું નામ મતદાર યાદીમાં ન મળ્યું. વોટર લિસ્ટમાંથી નામ ગાયબ થવાને કારણે જ્વાલા નારાજ થઈ હતી. જ્વાલા ગુટ્ટા હૈદરાબાદથી છે અને વોટર લિસ્ટમાં નામ ન હોવાને કારણે મતદાન કરી શકી નથી. જ્વાલા ગુટ્ટાએ ટ્વીટર પર આ વાતનો ખુલાસો કરતા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે બે ટ્વીટ કર્યાં છે. પહેલા ટ્વીટમાં લખ્યું- ઓનલાઇન નામ જોયા બાદ અહીં વોટર લિસ્ટમાંથી મારૂ નામ ગાયબ છે. હું હેરાન છું. ત્યારબાદ તેણે વધુ એક ટ્વીટ કરતા લખ્યું- આ ચૂંટણી કેમ યોગ્ય હોય શકે છે. જ્યારે તમારૂ નામ મતદાર યાદીમાંથી રહસ્યમયી રીતે ગાયબ થઈ રહ્યું છે.