પુત્રીની ડેબ્યુ ફિલ્મ જોતાં ખચકાય છે સૈફ અલી ખાન

  • પુત્રીની ડેબ્યુ ફિલ્મ જોતાં  ખચકાય છે સૈફ અલી ખાન
  • પુત્રીની ડેબ્યુ ફિલ્મ જોતાં  ખચકાય છે સૈફ અલી ખાન

મુંબઇ તા.8
લાંબા સમય બાદ હવે સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથ આજે એટલે કે 7 ડિસેમ્બરે રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મને દર્શકો તરફથી અલગ-અલગ પ્રતિક્રિયા મળી રહી છે. જેના પછી ફિલ્મને લઈને કઈ કહેવું નહીં પડે. પરંતુ અત્યાર સુધી આ ફિલ્મને સારાના પિતા સૈફ અલી ખાને જોયું નથી. જે ખુબ હેરાન કરે એવી વાત છે.
સુત્રો અનુસાર સૈફ અલી ખાન સારાની ફિલ્મ કેદારનાથને જોવા નથી માંગતા. પરંતુ સુત્રોનું માનીએ તો કરીના તેમણે મનાવવાની ખુબ કોશિશ કરી રહી છે કે સૈફ સારાની ફિલ્મ કેદારનાથને એકવાર જોઈ લે. પરંતુ સૈફે કરીનાની તે વાતને નકારી દીધી. ખબરોનું માનીએ તો સૈફ તે ફિલ્મને જોવામાં અચકાય છે. તો બીજી બાજું સૈફ અલી ખાને આ વાતને કબુલ કરી છે કે હજુસુધી તેની પુત્રીની ફિલ્મ કેદારનાથ જોઈ નથી. પણ તે જલદી જ આ ફિલ્મને નિહાળશે. સારાની માં અમૃતા સિંહએ પણ ફિલ્મના અમુક ભાગને જ જોયા છે. પરંતુ ફિલ્મમાં સારા અલી ખાનને દર્શકોએ ખુબ પસંદ કરી છે.
સાથે જ લોકોએ કહ્યું કે, ફિલ્મને ફક્ત સારાએ જ સંભાળી છે. જે કારણે સૈફને સારાની આ ફિલ્મ જરૂર જોવી જોઈએ.