ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટની હવામાં મલાઇકા અરોરા..!December 08, 2018

મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા પોતાની પ્રોફેશનલ લાઇફમાં ખૂબ જ બિઝી છે. હાલ મલાઇકા કરણ જોહર અને કિરણ ખેર સાથે ટેલિવિઝન રિયાલીટી શો ‘ઇન્ડિયાઝા ગોટ ટેલેન્ટ’ની આઠમી સીઝનમાં જજ તરીકે જોવા મળે છે. આ શોના સેટ પર એક ક્ધટેસ્ટન્ટે મલાઇકા પર એવો જાદુ બતાવ્યો હતો. જેને જોઇને અન્ય જજ સહિત દર્શકો પણ સ્તબ્ધ રહી ગયાં હતાં. ટેલિવિઝનનો રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના સેમીફાઇનલ રાઉન્ડમાં એક ક્ધટેસ્ટન્ટે મલાઇકા અરોરાને સેટ પર બોલાવી હતી અને તેની પર જાદુ બતાવ્યો હતો. આ ક્ધટેન્સન્ટે જાદુ બતાવતાં મલાઇકા અરોરાને હવામાં કોઇ જ જાતના સપોર્ટ વગર અદ્ધર ઉઠાવી હતી. આ જોઇને દરેક લોકો દંગ રહી ગયાં હતાં. આ પહેલા પણ મલાઇકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં અન્ય એક જાદુગરે મલાઇકા પર જાદુ કર્યો હતો. આ જાદુગરના ટેલેન્ટને મલાઇકા સહિત અન્ય જજોએ પણ વખાણ્યું હતું.