સવાલ કપિલનો; સલમાન ‘લા-જવાબ’December 08, 2018

મુંબઇ તા.8
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની જોરદર ફેન ફોલોઈંગ છે. દરેક લોકો તેની નાની નાની વાત જાણવા માટે પણ ઉત્સુક હોય છે. આથી તેને જયારે કપિલ શર્માના શો પર સવાલ પૂછવામાં આવ્યો કે સૂતા પહેલાં તે શું કરે છે તેનો પણ મજેદાર અંદાજમાં જવાબ આપ્યો હતો.ખાન ફેમિલીએ બે એપિસોડ શૂટ કયાર્ર્ છે. સેટ્સ પરના એક સૂત્રએ જણાવ્યું હતું કે શો પર નવજોતસિંહ સિધ્ધુ જજ તરીકે કમબેક કરશે. તેમણે સલ્લુનું સ્વાગત પણ શેરોશાયરીથી કર્યું હતું. તેણે સલમાનની સરખામણી બાજ સાથે કરી હતી. આ પર સલમાને કહ્યું કે ઉસકે કહને કા મતલબ હૈ કી સલામન બાજ નહી આતા બાર -બાર આ જાતા હૈ.
કપિલે સલમાનને પૂછ્યું કે તે સૂતાં પહેલા શું કામ કરે છે. કપિલે આશ્ર્ચર્યથી પૂછ્યું હતું કે શું તે પણ સામાન્ય વ્યક્તિની જેમ જ પડખું ફેરવતા ફેરવતાં દિવસભરની બાબતો વિશે વિચારે છે કોઇ જ પ્રકારના એક્સપ્રેશન વગર સલમાને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તે ખુબ જ વિચારે છે. તેણે જણાવ્યું કે વિચારી વિચારીને રાત પસાર થઇ જાય છે અને સવાર થઇ જાય છે.