ઓપનર બેટ્સમેનનો કરુણતમ્ જીવાંત !December 08, 2018

નવી દિલ્હી તા.8
ભારતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત 1932માં ટેસ્ટ દ્વારા થઇ હતી. તે સમયે જૂન મહિનામાંઇંગ્લેન્ડના પ્રવાસે જઇ ભારતે પહેલી મેચ રમી હતી. આ મેચમાં રમેલા એક ખેલાડીનો આજનાજ દિવસે એટલે કે 7 ડિસેમ્બરના રોજ જન્મ થયો હતો. તેઓ પહેલા વિકેટકીપર પણ
હતાં જેણેભારતીય બોલીંગની પહેલી ઇનિંગમાં વિકેટકીપીંગ કરી હતી. તેમનું નામ છે જનાર્દનગ્યાનોબા નાવલે.
મહારાષ્ટ્રનાફુલગાંવમાં 7 ડિસેમ્બર 1902ના રોજ જન્મેલા પ્રથમ બેટ્સમેન જનાર્દન નાવલેની આજે115મી જન્મ જયંતિ છે. એક શુગર મિલમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા નાવલે એવાપ્રથમ બેટ્સમેન છે જેમણે ભારત તરફથી ટેસ્ટ મેચ ડેબ્યૂનો પહેલો બોલ રમ્યો. તેમનાઅંતિમ દિવસો એવા હતાં કે તેમણે ભીખ માંગવાનો વારો આવ્યો હતો.તેએ મુંબઇ-પુણે હાઇવેપર ભીખ માંગતા જોવા મળ્યાં હતા. આ જ હાલતમાં તેમનું નિધન થયું હતુ.
તેમણે 65 ફર્સ્ટ ક્લાસ મેચમાં 13ની સરેરાશથી 1976 રન કર્યા. તેમાં નવ અડધી સદી પણ સામેલ છે. વિકેટની પાછળ તેમણે 100 કેચ કર્યા જ્યારે 36 સ્ટમ્પિંગ કરી. ક્રિકેટની બાઇબલ મનાતી વિસ્ડને તેમને સૌથી ઝડપી કીપરમાંથી એક માન્યા.
197 ફર્સ્ટ ક્લાસસદી ફટકારનાર જેક હોબ્સે ગાવલેને જોર્જ ડકવર્થ અને બર્ટ ઓલ્ડફીલ્ડની શ્રેણીનાક્રિકેટર કહ્યા. ગાવલેમાં 30 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ
કર્યુ હતું.જો કે 16 વર્ષની ઉંમરમાં જ તે પોતાની પહેલી અનઑફિશિયલ મેચ રમી ચુક્યા હતા. તેમનુંનિધન 76 વર્ષની ઉંમરે પુણેમાં 7 સપ્ટેમ્બર 1979ના રોજ થયું હતું.