ખરો સ્પોર્ટસમેન: બંગલાનું નામ રાખ્યું ‘કબડ્ડી હાઉસ’December 08, 2018

મુંબઇ તા.8
પ્રો-કબડ્ડી સિઝન-6નો રોમાંચ ચાલી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ અને યૂ મુમ્બા જેવી ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ તરફથી રેડર મહેન્દ્ર રાજપૂતનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. મહારાષ્ટ્રના ધુલિયાના કબડ્ડી પ્લેયર મહેન્દ્ર રાજપૂતની પરિસ્થિતિ પહેલા એટલી સારી નહતી કે તે પોતાનું એક ઘર ખરીદી શકે. અહી સુધી પહોચવા માટે તેને ઘણો સંઘર્ષ કર્યો છે.
મહારાષ્ટ્રના ધુળેના કબડ્ડી પ્લેયર મહેન્દ્ર રાજપૂતની પરિસ્થિતિ એટલી સારી નહતી કે તે પોતાનું ઘર ખરીદી શકે. મહેન્દ્ર રાજપૂત પહેલા એક ક્લબમાં ક્રિકેટ રમતો હતો જોકે, તેની હાઇટ જોઇને કેટલાક મિત્રોએ કહ્યું કે તમે કબડ્ડી કેમ નથી રમતા તેમ સલાહ આપી હતી.તે બાદ મહેન્દ્ર રાજપૂતે કબડ્ડી રમવાનું શરૂ કર્યુ હતું. પ્રો-કબડ્ડીમાં તક મળતા જ મહેન્દ્ર રાજપૂતની પુરી લાઇફ ચેન્જ થઇ ગઇ હતી. મહેન્દ્ર રાજપૂત આજે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટનો સ્ટાર પ્લેયર છે. મહેન્દ્ર રાજપૂત અનુસાર, કબડ્ડીને કારણે મારૂ જીવન ચેન્જ થઇ ગયુ અમે ભાડાના ઘરમાં રહેતા હતા હવે મે ખુદનું ઘર ખરીદી લીધુ જેનું નામ પણ કબડ્ડી હાઉસ રાખ્યું છે.