આત્મયાત્રા: દીક્ષા મહોત્સવDecember 08, 2018

દીક્ષા, સંયમ શબ્દ સાંભળતા શ્ર્વેત વસ્ત્રો પરીધાન કરેલ તેજસ્વી લલાટ, હાથમાં રજોહરણ ધારણ કરેલ સાધુ-સાધ્વીજીની કલ્પના નજર સામે આવી જાય. દીક્ષા એટલે શાશ્ર્વત સુખ માટે ‘સ્વ’ની ખોજ કરવા અને સંસારના જન્મ-મરણના ચક્રમાં અને આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થવા પરમાત્માએ દર્શાવેલ રસ્તા પર પગલા પાડવા. સંસારની અસારતા સમજાય અને આત્માને શાશ્ર્વત સુખની સ્થિતિ પ્રદાન કરવા ગુરુચરણમાં સમર્પિત થવાની એ પાવન પ્રક્રિયા એટલે દીક્ષા.
અનંત તીથર્ર્ંકરોએ, છ ખંડના અધિપતિ ચક્રવર્તીઓએ રાજા-મહારાજાઓએ પણ આ સત્યને સમજીને સમસ્ત ભૌતિક સમૃધ્ધિનો પૂર્ણત: ત્યાગ કરી, દૃીક્ષા અંગીકાર કરી, સંયમનો સ્વીકાર કરી દૃુ:ખ મુક્તિ માટે પુરુષાર્થ ર્ક્યોર્ર્ હતો.
આ રીતે દૃીક્ષા એ સુખ પ્રાપ્તિ માટેની મહત્ત્વપૂર્ણ વિધિ છે, તેથી તે વિધિ જાહેરમાં થાય છે અને મહોત્સવરૂપે ઉજવાય છે. તીથર્ર્ંકરોની દૃીક્ષાનો પણ મહોત્સવ થાય છે. પરમાત્માની દૃીક્ષા એક કલ્યાણક છે. તેની ઉજવણી 64 ઈંદ્રો સહિત ચારે જાતના દૃેવો અને દૃેવીઓ તથા મનુષ્યો સાથે મળીને કરે છે.
મલ્લિનાથ પ્રભુની દૃીક્ષાવિધિનું વિસ્તૃત વર્ણન જ્ઞાતાસૂત્રમાં પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત અનેક રાજકુમારો, શ્રેષ્ઠીપુત્રો વગેરેની દૃીક્ષાનું વર્ણન ભગવતીસૂત્ર, અંતગડ સૂત્ર વગેરે આગમગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોક્ત દૃીક્ષાવિધિની પરંપરા જાળવીને વર્તમાનકાલમાં પણ દૃીક્ષાવિધિ થઈ રહી છે. હાલ રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મ.સા.ના ચરણ શરણમાં મુમુક્ષુશ્રી આરાધના મનોજભાઇ ડેલીવાળા અને મુમુક્ષુશ્રી ઉપાસના સંજયભાઇ શેઠ સંયમ ગ્રહણ કરવા જઇ રહ્યા છે ત્યારે દીક્ષા ગ્રહણ કરતા પહેલાની વિધિ સમજીએ. સંસાર છોડવાની અંતિમ ક્ષણોમાં યોદ્ધા જેવી અનુભૂતિ: ઉપાસના શેઠ
સંયમના માર્ગ પર હવે જવા માટે માત્ર એક દિવસ જ બાકી છે ત્યારે તમારી છેલ્લી કેટલીક ક્ષણોમાં તમારી ફીલિંગ કેવી રહી છે તેવું પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે જેવી રીતે નદી સાગરમાં ભળવા માટે જતી હોય છે અને હવે જયારે સાગરની નજીક જ પહોંચી ગઈ છે.એવી ફીલિંગ થાય છે કે હવે હું પ્રભુ સાથે એકાકાર થવા જઈ રહી છું અને હવે મને એવી જ અનુભૂતિ થઇ રહી છે કે ક્યારે હું પ્રભુ સાથે એકાકાર થઇ જાઉ. પ્રભુ સામેતો ઘણા વર્ષો રહ્યા પણ હવે એ ક્ષણની રાહ જોઉ છું કે હું પ્રભુની સાથે થઇ જાઉ અને બસ આજ ભાવ આવી રહ્યા છે.અહીં મને આનંદ અને સંતોષ પામ્યાની ફીલિંગ થઇ રહી છે.
વેશપરિવર્તનની ક્ષણ નજીકમાં છે ત્યારે તેમણે જણાવ્યું કે અહીં માત્ર વસ્ત્રનું પરિવર્તનની વાત નથી પણ અમારા મનનું પણ પરિવર્તન થશે. માત્ર અમારા કેશનું લોચન નહિ થાય પણ અમારી બુદ્ધિ મતા નું પણ લોચન થશે. અમે એક યોદ્ધા જેવી અનુભૂતિ કરી રહ્યા છીએ કારણ કે હવે અમે કર્મની સામે યોદ્ધા બની જઇશું. અને માત્ર એટલું જ કહેવા માંગશું કે અમે સત્યના માર્ગ પર જઈ રહ્યા છીએ તો આપ પણ સત્યના માર્ગ પર આવો. આત્મકલ્યાણ એ જ મારું લક્ષ્ય: આરાધના ડેલીવાળા
આરાધના ડેલીવાળા એ આ છેલ્લી ક્ષણોમાં પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું કે એક બાળક કે જેનો જન્મ પણ થયો ન હોય તો પણ તેની માતા તેના માટે સ્વપ્ન સેવતી હોય છે કે મોટો થઈને આ બનશે કે તે બનશે અને જયારે બાળક મોટો થઈને તેની માતાએ જે વિચાર્યું હોય તેના કરતા પણ સર્વશ્રેષ્ઠ બની જશે. બાળકને તો કંઈક બની ગયાની ખુશી હશે પણ તેની માતાને પણ ઉત્કૃષ્ટ આનંદ હશે કે મારું બાળક કંઈક બની શક્યું. એટલે હું એ જ કહેવા માંગીશ કે અમારો આનંદ તો અનેરો છે કે પ્રભુએ જે સ્વીકાર્યું એ સ્વીકારવા અમે જઈ રહ્યા છીએ અને આ અનુભૂતિને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય અને સાથે સાથે માતા એટલે કે પરમાત્મા એમને કેટલો આનંદ થશે.
જે માર્ગ પર એમણે પ્રયાણ કર્યું છે એ જ માર્ગ પર અમે હવે પા પા પગલી કરી રહ્યાં છીએ. સંયમી ત્યારે જ કહેવાય છે કે જયારે તેપોતાની ઈચ્છાનું મૃત્યુ કરે છે. સંયમ લીધા બાદ મારા કુળની જે ભાવના હશે તે જ મારી ભાવના હશે. ગુરુ આજ્ઞા હશે તે જ મારું લક્ષ્ય હશે. અને સંયમી એજ કહેવાય કે જે પોતાના આત્મલક્ષ માટે કાંઇક કરે. આજ્ઞા અર્પણ દ્વારા માતાપિતા પોતાના સંતાનને ગુરુને અર્પણ કરે છે
સહુ પ્રથમ સાધક પોતાના વૈરાગ્યભાવ માતા-પિતા સમક્ષ રજૂ કરે છે. સંતાન ઉપર જન્મદાતા માતા-પિતાનો અધિકાર છે, તેથી સંતાનોના કોઈપણ મહત્ત્વના નિર્ણયોમાં માતા-પિતાની અનુજ્ઞા સફલતાદૃાયી છે.
માતા-પિતાનો સંતાનો પ્રતિ મોહ હોવાથી તેઓ પોતાના સંતાનને સંયમ માર્ગેે જતાં અટકાવવા ઘણા પ્રલોભનો આપે પણ અંતે સંતાનનો વૈરાગ્યભાવ પ્રબળ હોવાથી માતા-પિતા સંમત થાય છે.
સહુ પ્રથમ માતા-પિતા પોતાની સ્વીકૃતિ ગુરુ સમક્ષ લેખિત અથવા મૌખિકરૂપે પ્રગટ કરે છે.
શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર વર્તમાને ભાવદૃીક્ષિત સાધકના માતા-પિતા કે તેના જવાબદૃાર સ્વજનો ગુરુને લેખિત આજ્ઞા અર્પણ કરે છે કે અમે અમારા સંતાનને દૃીક્ષા માટે સહર્ષ સંમતિ આપીએ છીએ.
જે સાધકને દૃીક્ષાના ભાવ જાગૃત થાય, તે સાધકે જે ગુરુના નિમિત્તે બોધ પ્રાપ્ત ર્ક્યોે હોય, તે ગુરુ અથવા સ્વયં જે ગુરુ પાસે દૃીક્ષિત થવા ઈચ્છતા હોય, જેની નિશ્રામાં સંયમ પાલન કરવાના હોય, તે ગુરુ કે ગુરુણીને આજ્ઞાપત્ર અર્પણ કરવાનું હોય છે. ગુરુ પણ સાધકની યોગ્યતાને તપાસીને ત્યાર પછી તેને દૃીક્ષાની સ્વીકૃતિ આપે છે.
માતા-પિતા તથા ગુરુની આજ્ઞા પ્રાપ્ત થયા પછી સાધક જે સંપ્રદૃાયમાં દૃીક્ષિત થવાની ઈચ્છા રાખે છે, તે સંપ્રદૃાયની કે ગચ્છની આજ્ઞા પ્રાપ્ત કરવી જરૂરી છે.
અનેક સાધુઓના સમૂહને ગચ્છ કે સંપ્રદૃાય કહે છે. ગચ્છના સાધુ અર્થાત ગચ્છાધિપતિને ગચ્છવર્તી સર્વ સાધુઓના યોગક્ષેમની જવાબદૃારી હોય છે. તેમ જ ઘણીવાર મુખ્ય શ્રાવકો પણ ગચ્છની કેટલીક કાર્યવાહી સંભાળતા હોય છે. આગંતુક સાધક ગચ્છની સમાચારીને, ગચ્છના સહવર્તી સાધુઓને અનુકૂળ છે કે નહીં તેનો વિચાર કરીને, તેની કસોટી કરીને ગચ્છાધિપતિ ગુરુ ભગવંત અથવા ગચ્છના વડેરા શ્રાવક તે સાધકને દૃીક્ષાની સ્વીકૃતિ આપે છે.
આ રીતે દૃીક્ષાના ઉમેદૃવાર સાધકને દૃીક્ષા લેવા માટે માતા-પિતા, ગુરુ-ગુરુણી અને ગચ્છ કે સંપ્રદૃાયની આજ્ઞા પ્રાપ્ત કરવી જરૂરી છે. દીક્ષાવિધિની મહત્તા: દીક્ષા મહોત્સવના સાક્ષી બનેલ લોકોનાં ભાવોમાં વિશુધ્ધિ થાય છે
કોઈપણ વિધિ જાહેરમાં થાય, ત્યારે દૃીક્ષાનો સ્વીકાર કરનાર સાધકનો ઉત્સાહ વધે છે, મનોબળ દઢ બને છે, દૃીક્ષાપાલનના પુરુષાર્થનો વેગ વધે છે. તે ઉપરાંત દૃીક્ષા મહોત્સવથી તીથર્ર્ંકર પ્રણિત સંયમ માર્ગની અને જિનશાસનની જબરદસ્ત પ્રભાવના થાય છે, તેમજ દૃીક્ષા મહોત્સવના સાક્ષી બનેલા હજારો ભાઈઓ-બહેનોના ભાવોમાં વિશુધ્ધિ થાય છે. પરમાત્માનો દૃીક્ષા મહોત્સવ એક કલ્યાણક હોવાથી તે પ્રસંગે બે ઘડી અર્થાત્ 48 મિનિટ ત્રણે લોકમાં પ્રકાશ થાય છે. તે નિમિત્તે કેટલાય જીવો સમ્યગ્દૃર્શન પામે છે, કેટલાક જીવો શ્રાવક કે સાધુના વ્રતનો સ્વીકાર કરે છે. આ રીતે એક સાધકની દૃીક્ષા પણ અનેકને ઉપકારક બનતી હોવાથી દૃીક્ષાની મહત્તાની જેમ દૃીક્ષાવિધિની પણ તેટલી મહત્તા છે. હવે આપણે દૃીક્ષાવિધિની ક્રમિક્તાને સમજીએ. મહાભિનિષ્ક્રમણ : સંસારનો જીવનપર્યંત ત્યાગ
નિષ્ક્રમણ-નીકળવું. પણ જે નિષ્ક્રમણ ર્ક્યા પછી ફરી પાછું આવવાનું ન હોય અર્થાત્ જીવન પયર્ર્ંતનો ત્યાગ હોય, તેને મહાભિનિષ્ક્રમણ કહે છે. દૃીક્ષાર્થી દૃીક્ષા લેવા માટે ઘર, સંસારનો, પરિવારનો, તમામ ભૌતિક પદાર્થનો ત્યાગ કરીને ઘરમાંથી બહાર નીકળે છે, તેને મહાભિનિષ્ક્રમણ કહે છે. એક વાર જે ઘરનો ત્યાગ ર્ક્યોે, તે ઘરમાં ફરી પાછા આવવાનું નથી. કદૃાચ આવવાનું થાય તો પણ સાધુવેશમાં ભિક્ષા લેવા માટે જ આવવાનું થાય છે. પૂર્વનું ઘર કે પૂર્વનો કોઈપણ સંબંધ દૃીક્ષા પછી ફરી ક્યારેય પાછો આવતો નથી. તેની દૃીક્ષા જીવનપયર્ર્ંતની હોય છે.
કદાચ કોઈક પાંચ-પચ્ચીસ વર્ષ માટે ઘર પરિવારનો ત્યાગ કરીને જંગલમાં સાધના કરવા ચાલ્યા જાય, તે ગમે તેવો ત્યાગ કરે, ઘોર તપ કરે પણ ગમે તેટલા વર્ષેે ઘરે પાછા આવવાના હોય તેને મહાભિનિષ્ક્રમણ કહેવાતું નથી.
દૃીક્ષાર્થી દૃીક્ષા લેવા માટે માતા-પિતાની આજ્ઞાપૂર્વક સમસ્ત ભૌતિક જગતનો ત્યાગ કરીને ઘરમાંથી બહાર નીકળે અને દૃીક્ષામંત્રનો સ્વીકાર કરવા પોતાના ગુરુની સમીપે જાય છે. સ્વજનો તેને શિબિકામાં લઈ જાય છે. તીથર્ર્ંકરો પણ ઘરેથી નીકળી શિબિકામાં બેસી શોભાયાત્રામાં જોડાયેલા હજારો લોકો સાથે દૃીક્ષાવનમાં પહોેંચે છે. મંગલ ભાવો સાથે ધર્મસભામાં ગુરુમંગલ મુહૂર્તની ઘોષણા કરે છે
શ્રી ઠાણાંગ સૂત્રમાં દૃીક્ષા આપવા માટે સાનુકૂળ પૂર્વ અને ઉત્તર, બે દિૃશાની શ્રેષ્ઠતાનું કથન છે. જ્ઞાન પ્રાપ્તિ માટે સાનુકૂળ દૃશ નક્ષત્રનું કથન છે. યોગ્ય નક્ષત્રમાં દૃીક્ષિત થનારને સંયમી જીવનમાં જ્ઞાન, દૃર્શન, ચારિત્રની આરાધનામાં સાનુકૂળતા રહે છે. તેથી દૃીક્ષાનું શુભ મુહૂર્ત જોવું નિમિત્ત ભાવે યોગ્ય છે.
વર્તમાનકાલે દૃીક્ષાર્થીનું દૃીક્ષા મુહૂર્ત જોવાની પરંપરા પ્રચલિત છે ગુરુ દૃીક્ષાર્થીની યોગ્યતા જોઈને દૃીક્ષાનું મુહૂર્ત નિશ્ર્ચિત કરે છે. ત્યાર પછી ધર્મસભામાં મંગલ ગીતો ગાઈને, મંગલ ભાવો સાથે ગુરુ તે મુહૂર્તની ઘોષણા કરે છે. જેનાથી સમસ્ત સમાજ દૃીક્ષાર્થીના દૃીક્ષાના નિર્ણયથી પરિચિત થાય છે અને દૃીક્ષા મહોત્સવનો આનંદૃ સહુના અંતરને આનંદિૃત કરે છે.
દૃીક્ષા દિૃવસના પાંચ કે આઠ દિૃવસ પૂર્વેે દૃીક્ષા નિમિત્તક ઉત્સવ ચાલુ કરે છે. તેમાં ગુરુભગવંતો શાસ્ત્રના આધારે ત્યાગ, વૈરાગ્ય પ્રેરક પ્રવચનો દ્વારા તથા શાસ્ત્રોક્ત દૃીક્ષા મહોત્સવના જીવંત પ્રવચનો દ્વારા લોકોના ઉત્સાહને વધારે છે તથા વૈરાગીના વૈરાગ્યભાવની વૃધ્ધિ થતી રહે છે. કવલવિધિ: સંસાર જીવનનો અંતિમ કોળિયો સ્વજનોના હસ્તે
દૃીક્ષાર્થી સંસારના સર્વ સંબંધોનો ત્યાગ કરે છે, ત્યાર પછી અર્થાત્ દૃીક્ષા પછી તેઓ ગૃહસ્થો સાથે કે ગૃહસ્થોના હાથે આહાર કરી શક્તા નથી. તેથી દૃીક્ષાના આગલા દિૃવસે દૃીક્ષાર્થીના માતા-પિતા, ભાઈ-બહેન આદિૃ સર્વ સ્વજનો દૃીક્ષાર્થીને પોતાના હાથે લાપસી આદિૃ મિષ્ટ પદૃાર્થનો એક-એક કવલ ખવડાવે છે. આ વિધિને કવલવિધિ કહે છે.
મંડપ મુહૂર્ત આદિૃ બધી વિધિ દૃીક્ષાર્થીના સ્વજનો જ કરે છે. જેમ પોતાનું સંતાન કોઈ લાંબી સફરે જતું હોય, ત્યારે માતા-પિતા તેને સારા દિૃવસે, શુકન જોઈને, તેને કંકુતિલક વગેરે કરીને મોકલે, તેમ પોતાનું સંતાન જ્યારે સંયમ જેવા મહામાર્ગનો સ્વીકાર કરતું હોય, ત્યારે માવિત્રોના અંતરમાં દૃરેક પ્રકારે શુકન જોવાની ઈચ્છા હોય, તે સ્વાભાવિક છે. માવિત્રોના આવા સહજ ભાવોથી જ દૃીક્ષા મહોત્સવમાં ઉપરોક્ત વિધિઓની પરંપરા થઈ હોય તેમ માની શકાય છે. આ વિધિઓમાં સમયે સમયે થોડું ઝાઝું પરિવર્તન થયા જ કરે છે. વિજય તિલક : જય થાઓ વિજય થાઓ
શાસ્ત્રોમાં આ વિધિનો ઉલ્લેખ નથી પરંતુ જેમ સમરાંગણમાં જતાં વીર યોધ્ધાને તેની પત્ની વિજયતિલક કરીને તેના વિજય માટેની શુભકામના કરે છે, તેમ કર્મ સાથે સંગ્રામ માટે નીકળતી વીરાંગનાને તેની માતા કે પિતા વિજયતિલક કરીને આશીર્વાદૃ આપે છે કે જા, બેટા! જય જય નંદૃા... તારો જય થાઓ, વિજય થાઓ અજિતાયેલી ઈન્દ્રિયોને જીતો, શ્રમણધર્મનું પાલન કરો.
આવા શુભ ભાવો સાથે માતા-પિતા પોતાના સંતાનને ગુરુચરણે સીસ ભિક્ખં દલયામો ા શિષ્યરૂપી ભિક્ષા સમર્પિત કરે છે. ગુરુ તેમની ભાવનાનો સ્વીકાર કરે છે. સ્વસ્તિક વિધિ : શુભ ભાવનાથી દીક્ષાર્થીના વસ્ત્રો પર સ્વસ્તિક વિધિ થાય છે
સાધુ કોઈપણ ડીઝાઈન વિનાના શ્ર્વેત વસ્ત્ર જ ધારણ કરે છે. તેના વસ્ત્ર અન્યના આકર્ષણનું નિમિત્ત ન બને, તેવા દષ્ટિકોણથી સાધુના વસ્ત્ર સાદૃા હોય છે પરંતુ દૃીક્ષાર્થીના નવા વસ્ત્રો પર સ્વજનો શુકન રૂપે સ્વસ્તિક દૃોરે છે. સ્વસ્તિક અષ્ટમંગલમાં એક મંગલ છે. તેમજ સ્વસ્તિક ચતુર્ગતિ નિવારણનું સૂચન કરે છે. ક્યારેક નંદૃાવર્ત સ્વસ્તિક અર્થાત્ ગહૂલી પણ દૃોરે છે. નંદૃાવર્ત સ્વસ્તિક પણ એક મંગલ છે. તેમજ નંદૃ અ આવર્ત એટલે આનંદૃનું જ પુનરાવર્તન થાય, અખંડ આનંદૃ પામો, સંયમી જીવનનો આનંદૃ વધતો રહે, તેવો ભાવ નંદૃાવર્ત દ્વારા સૂચિત થાય છે. આ રીતે દૃીક્ષાર્થીના વસ્ત્રો ઉપર શુભભાવનાથી શુભ ચિહ્ન દૃોરાય છે. માળા મુહૂર્ત
સ્વજનો દૃીક્ષાર્થીના ગળામાં માળા પહેરાવે છે. આ માળા મોક્ષની માળાનું પ્રતિક છે. દૃીક્ષાર્થી જે લક્ષે સમસ્ત સંસારનો ત્યાગ કરે છે, તે લક્ષ શીઘ્ર પૂર્ણ કરે, તેવી શુભ ભાવનાથી સ્વજનો મોક્ષમાળા પહેરાવે છે. કરેમિ ભંતેનો પાઠ અને સામાયિક ચરિત્રનો સ્વીકાર
દૃીક્ષાર્થીના સ્વજનો તરફથી પૂર્વભૂમિકા રૂપે બધી જ વિધિ પૂર્ણ થયા પછી દૃીક્ષાની મૂળભૂત વિધિનો પ્રારંભ થાય છે. દૃીક્ષા એટલે કે યાવજ્જીવનના સામાયિક ચારિત્રનો સ્વીકાર.
તીથર્ર્ંકરોએ જે ચારિત્રનો સ્વીકાર ર્ક્યોે અને તુરંત જ તે ચારિત્રના પ્રભાવે મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું, તેવા મહાન ચારિત્રનો સ્વીકાર કરાવતાં પહેલાં ગુરુભગવંત દૃીક્ષાર્થીને ક્ષેત્ર વિશુધ્ધિ કરાવે છે.
ક્ષેત્રવિશુધ્ધિ :
તેમાં નમસ્કાર મહામંત્રના ઉચ્ચારણ દ્વારા પંચ પરમેષ્ઠીને વંદૃન, તિક્ખુત્તોના પાઠથી ગુરુવંદન, ઈચ્છામિ પડિક્કમિઉં પાઠથી જગતના તમામ જીવો સાથે ક્ષમાચાયના, વિશુધ્ધિ સૂત્રનો પાઠ બોલી ર્ક્યોેત્સર્ગની પ્રતિજ્ઞા કરીને ઈચ્છામિ પડિક્કમિઉંના પાઠનો કાર્યોેત્સર્ગ કરવાનો હોય છે.
જ્યાં સુધી સમસ્ત જીવો સાથે મૈત્રીભાવનું અનુસંધાન થાય નહીં, ત્યાં સુધી સામાયિક ચારિત્રના ભાવો પ્રગટ થતાં નથી. તેથી કાર્યોેત્સર્ગ દ્વારા ઊંડાણપૂર્વકનું ચિંતન કરીને પૂર્વના અનંત જન્મોમાં અનંત જીવોે સાથે પ્રત્યક્ષ કે પરોક્ષપણે વૈર-વિરોધ થયા હોય. તેની આલોચના, આત્મનિંદૃા અને ગુરુ સમક્ષ ગહાર્ર્ કરીને તે પાપ-દૃોષનો ત્યાગ કરવાનો હોય છે.
કાર્યોેત્સર્ગ પૂર્ણ થતાં નમસ્કારમંત્ર બોલી કાર્યોેત્સર્ગ પૂરો કરવાનો હોય છે, ત્યાર પછી પ્રગટપણે ચોવીસ તીથર્ર્ંકરોની સ્તુતિરૂપ લોગસ્સના પાઠનું ઉચ્ચારણ કરવાનું હોય છે.
તીથર્ર્ંકરો સ્વયંસંબુધ્ધ હોવાથી તેઓના કોઈ ગુરુ હોતા નથી. તેઓ સ્વયં અનંત સિધ્ધ ભગવંતોને નમસ્કાર કરીને સામાયિક ચારિત્રનો સ્વીકાર કરે છે પરંતુ જે સાધક બુધ્ધબોધિત અર્થાત્ ગુરુના ઉપદૃેશથી બોધ પામ્યા હોય, તેને ગુરુ દૃીક્ષામંત્ર પ્રદાન કરે છે. દૃીક્ષાર્થી ગુરુચરણોમાં વંદૃન કરીને બે હાથ જોડીને ઊભા રહે છે. ગુરુ તેમને દૃીક્ષામંત્ર પ્રદૃાન કરે છે. કરેમિ ભંતે! સામાઈયં સવ્વં સાવજ્જંજોગં પચ્ચક્ખોમિ... પાઠ દ્વારા યાવજ્જીવનની સામાયિકની પ્રતિજ્ઞા કરાવે છે.
આ પ્રતિજ્ઞામાં દૃીક્ષાર્થી હું સામાયિક-સમભાવનો સ્વીકાર કરું છું. તેવો વિધેયાત્મક ભાવ છે અને સમભાવની પ્રાપ્તિમાં બાધકરૂપ સર્વ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું, હું સ્વયં પાપ પ્રવૃત્તિ કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં અને અન્ય કરતા હોય, તેમાં ખુશી મનાવીશ નહીં, મનથી, વચનથી અને કાયાથી, ત્રણે યોગથી આ પ્રતિજ્ઞાનું પાલન કરીશ, આ રીતે પૂર્ણત: ત્યાગ તે નિષેધાત્મક ભાવ છે. વિધિ અને નિષેધ બંને રીતે પ્રતિજ્ઞા લેવાથી તેમાંથી પૂર્ણતા પ્રગટે છે.
આ પ્રતિજ્ઞા પાઠ પછી સાધકના લક્ષ્યભૂત સિધ્ધ અને અરિહંત ભગવાનના અને વર્તમાન કાલીન ઉપકારી ગુરુ ભગવાનના ગુણ સ્મરણરૂપ ત્રણ નમોત્થુણંના પાઠનું ઉચ્ચારણ કરે છે.
આ રીતે શ્રધ્ધા અને આદરપૂર્વક સામાયિક ચારિત્રનો સ્વીકાર કરીને દૃીક્ષાર્થી ધન્ય, ધન્યાતિધન્ય બની જાય છે. તે પુન: ગુરુને વંદૃન કરી ઉપકારભાવ પ્રગટ કરે છે. ગુરુ મંત્ર પ્રદાન દ્વારા શિષ્યમાં
જાણે તે પ્રતિજ્ઞા પાલનની શક્તિનો પ્રક્ષેપ કરતા હોય તેમ લાગે છે. શિષ્ય ગુરુની છત્રછાયામાં જાણે ગુરુની આંગળી પકડીને સહજતાથી માર્ગ પર ચાલ્યા જાય છે.
નામકરણ વિધિ: અણગારે જાયા દૃીક્ષાર્થીનો અણગારપણામાં, સાધુપણામાં નવો જન્મ કહેવાય છે. જેમ નવજાત શિશુનું નામકરણ થાય, તેમ ગુરુ નવદૃીક્ષિત શિષ્યનું નૂતન નામકરણની ધોષણા કરે છે. નામ સાથે વ્યક્તિનું જોડાણ ગાઢ હોય છે, પૂર્વનું નામ પૂર્વના સંસ્કારની સ્મૃતિ કરાવે, તે સંસ્કારોની વિસ્મૃતિ માટે ગુરુ નૂતન નામકરણ કરે છે.
આમ જેમ બાળકનો જન્મ થાય છે તે જ રીતે જાણે સંયમ જીવનમાં પુન: જન્મ થયો હોય એવી ભાવના સાથે નવદિક્ષિત પોતાના સંયમ જીવનનો પ્રારંભ કરે છે. લોચ અને વેશપરિવર્તન દ્વારા
સાધુ જીવનમાં પ્રથમ પગલું
દૃીક્ષાર્થી સહુને સંસારી અવસ્થાના છેલ્લાવાર વંદન કરીને, ક્ષમાપના કરીને વેશ પરિવર્તન માટે જાય છે.
જેમ તીથર્ર્ંકરો દૃીક્ષાવનમાં પ્રવેશ કરી સર્વ વસ્ત્ર અને આભૂષણોનો ત્યાગ કરે છે, તેમ દૃીક્ષાર્થી પણ પોતે પહેરેલા આભૂષણોને ઉતારે છે. તેમના સ્વજનો આભૂષણોને શ્ર્વેત વસ્ત્રમાં ગ્રહણ કરે છે. તીથર્ર્ંકરો સ્વયં પંચમુષ્ટી લોચ કરે છે પરંતુ વર્તમાને દૃીક્ષાર્થીનું કેશકર્તન નાપિત કરે છે. વચ્ચે પાંચ લટ જેટલા વાળ રાખે છે. પરમાત્માની પંચમુષ્ટી લોચની પરંપરાને સ્મૃતિમાં લાવી ગુરુ તે વાળની પાંચ લટનું પોતાના હાથે લુંચન કરે છે. તે કેશને માતા સફેદૃ વસ્ત્રમાં ગ્રહણ કરે છે અને કહે છે, પુત્ર! તું મારો વ્હાલો, આંખની કીકી સમાન પ્રિય છો. તું અમારો ત્યાગ કરે છે, પણ અમોને જ્યારે તારી યાદૃ આવશે, ત્યારે આ કેશ અમારા માટે આશ્ર્વાસન રૂપ બનશે. તેથી આ કેશ અમારા ઓશીકા નીચે રાખશું.થ તેમ બોલી અશ્રુધારા વહાવે છે, ત્યાર પછી સ્વજનો દૃીક્ષાર્થીને સફેદૃ વસ્ત્ર પરિધાન કરાવે છે. આ રીતે સંયમ મંત્રનો સ્વીકાર કરતાં પહેલા કેશલુંચન અને વેશ પરિવર્તન કરીને ગુરુ સમક્ષ ઉપસ્થિત થાય છે. ઉપરોકત વિધિથી સ્પષ્ટ થાય છે કે ભાવ વિશુધ્ધિ માટે વેશનું અત્યંત મહત્ત્વ છે. સાધુની વેશભૂષાએ જ પ્રસન્નચંદ્ર રાજર્ષિને નરકાયુષ્ય બંધથી અટકાવી દૃીધા એટલું જ નહીં પરંતુ ભાવ વિશુધ્ધ થતાં કેવળજ્ઞાન સુધી પહોેંચાડી દૃીધા. તેથી જ દૃીક્ષાર્થી સંસારના ભાવો જન્માવે તેવી રંગબેરંગી વેશભૂષાનો ત્યાગ કરીને આદરભાવપૂર્વક પ્રભુ વીરના સાધુનો શ્ર્વેત વેષ ધારણ કરે છે. દીક્ષાર્થીના હસ્તે વર્ષીદાન
તીથર્ર્ંકરો જ્યારે દૃીક્ષા લે છે, ત્યારે દૃીક્ષાની પૂર્વેે એક વર્ષ સુધી પ્રતિદિૃન યાચકોને એક કરોડ-આઠ લાખ સોનામહોરનું દાન કરે છે, તેથી તે દાનને વર્ષીદાન કહે છે.
ધનસંપત્તિના દાન દ્વારા તીથર્ર્ંકરોનો ઉપદૃેશ છે કે જનસમાજની દ્રષ્ટિમાં જેનું મહામૂલ્ય છે, તેવી સંપત્તિ નશ્ર્વર અને અશરણભૂત છે, તેમાં આસક્ત થવા જેવું નથી. તે અનર્થનું મૂળ છે, પાપનું કારણ છે, તે ત્યાગ કરવા યોગ્ય છે.
તીથર્ર્ંકરોની આ પરંપરા અનુસાર વર્તમાનકાલે પણ દૃીક્ષાર્થી દૃીક્ષા પૂર્વેે ધનસંપત્તિ, અબીલ-ગુલાલ, ચોખા વગેરે દ્રવ્યો પોતાના હાથે બીજાને આપે છે અથવા શોભાયાત્રા વરઘોડામાં પોતાના હાથે ઉડાડે છે. વર્તમાને દૃીક્ષાર્થીઓ એક જ દિૃવસ આવી રીતે દૃાન કરે છે તેમ છતાં તીથર્ર્ંકરોની પરંપરા અનુસાર તેને વર્ષીદૃાન કહે છે. કવલવિધિ: સંસાર જીવનનો અંતિમ કોળિયો સ્વજનોના હસ્તે
દૃીક્ષાર્થી સંસારના સર્વ સંબંધોનો ત્યાગ કરે છે, ત્યાર પછી અર્થાત્ દૃીક્ષા પછી તેઓ ગૃહસ્થો સાથે કે ગૃહસ્થોના હાથે આહાર કરી શક્તા નથી. તેથી દૃીક્ષાના આગલા દિૃવસે દૃીક્ષાર્થીના માતા-પિતા, ભાઈ-બહેન આદિૃ સર્વ સ્વજનો દૃીક્ષાર્થીને પોતાના હાથે લાપસી આદિૃ મિષ્ટ પદૃાર્થનો એક-એક કવલ ખવડાવે છે. આ વિધિને કવલવિધિ કહે છે.
મંડપ મુહૂર્ત આદિૃ બધી વિધિ દૃીક્ષાર્થીના સ્વજનો જ કરે છે. જેમ પોતાનું સંતાન કોઈ લાંબી સફરે જતું હોય, ત્યારે માતા-પિતા તેને સારા દિૃવસે, શુકન જોઈને, તેને કંકુતિલક વગેરે કરીને મોકલે, તેમ પોતાનું સંતાન જ્યારે સંયમ જેવા મહામાર્ગનો સ્વીકાર કરતું હોય, ત્યારે માવિત્રોના અંતરમાં દૃરેક પ્રકારે શુકન જોવાની ઈચ્છા હોય, તે સ્વાભાવિક છે. માવિત્રોના આવા સહજ ભાવોથી જ દૃીક્ષા મહોત્સવમાં ઉપરોક્ત વિધિઓની પરંપરા થઈ હોય તેમ માની શકાય છે. આ વિધિઓમાં સમયે સમયે થોડું ઝાઝું પરિવર્તન થયા જ કરે છે.