હોસ્પિટલ ચોક બ્રિજમાં 2694 સ્કવેર મીટર કપાત

  • હોસ્પિટલ ચોક બ્રિજમાં 2694 સ્કવેર મીટર કપાત

નોટિસ અપાયા બાદ મોટી મિલકતોની અલગથી યાદી તૈયાર રાજકોટ તા.7
રાજકોટ શહેરના હાર્દસમા સૌથી વધુ ટ્રાફીકથી ધમધમતા સિવિલ હોસ્પીટલ ચોક ખાતે ટ્રાયેંગલ ઓવરબ્રીજ બનાવવાનો નિર્ણય કોર્પોરેશને લીધો છે. હાલ બ્રીજની ડીઝાઇન તૈયાર થઇ ગયા બાદ બ્રીજના ત્રણેય છેડાના રોડ ઉપર આવતી મિલ્કતોને કપાતની નોટીસ આપવામાં આવી હતી. ત્યારબાદ માપણીનું કાર્ય કરવામાં આવતા ત્રણેય રોડ ઉપર 8ર મિલ્કતો પૈકી 16 મોટી મિલ્કતોમાં ર694 સ્કવેર મીટર કપાત આવતી હોવાનું ટીપી વિભાગે જણાવ્યું હતું.
સિવિલ હોસ્પીટલ ચોક ખાતે ર6 કરોડના ખર્ચે ટ્રાયેંગલ ઓવરબ્રીજ બનાવવા માટેની કામગીરી મનપાએ આરંભી છે. સર્વે કર્યા બાદ ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ રોડ પહોળો કરવા માટે ત્રણેય રોડ ઉપર બંને સાઇડ કપાતમાં આવતી 8ર થી વધુ મિલ્કતધારકોને વાંધાસુચન રજુ કરવા માટેનો સમય આપવામાં આવેલ. વાંધાસુચન આવ્યા બાદ ટીપી વિભાગે તૈયાર કરેલ ફાઇનલ રીપોર્ટમાં કુલ 8ર મિલ્કતો પૈકી 16 મોટી મિલ્કતોમાં ર694 સ્કવેર મીટર કપાત આવવાનું જણાવ્યું હતું તેમજ આ બાબતે તમામ મિલ્કતધારકોને છેલ્લી નોટીસ પાઠવી દેવામાં આવી છે.
હોસ્પીટલ ચોક ઓવરબ્રીજ આઇ.પી.મિશન ચર્ચથી શરૂ થઇ હોસ્પીટલ ચોક સુધી તેમજ હોસ્પીટલ ચોકથી એકબાજુ જ્યુબીલી ગાર્ડન સુધી અને બીજી તરફ જામનગર રોડ ઉપર હોસ્પીટલના બીજા નંબરના ગેઇટ સુધી બનાવવામાં આવશે. બ્રીજ તૈયાર કરવા માટે ત્રણેય રોડને લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પરીણામે રોડ પહોળો કરવા માટે કપાતમાં આવતી અનેક મિલ્કતોનું ડીમોલીશન કરવું ફરજીયાત બન્યું છે. આથી મહાપાલીકાએ તમામ મિલ્કતધારકોને કપાત બાબતે વાંધાસુચનો રજુ કરવાનું જણાવેલ. જેના માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. વાંધાસુચનો આવ્યા બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ અને ત્યારબાદ ફાઇનલ લીસ્ટ બનાવવામાં આવેલ. જે મુજબ સરકારી અને પ્રાઇવેટ માલીકીની 16 થી વધુ મિલ્કતોમાં સૌથી વધુ કપાત આવતી હોવાનું દર્શાવાયું છે. હાલ તમામ મિલ્કતધારકોને નોટીસ આપવામાં આવી છે. ત્યારબાદ જાન્યુઆરી માસ દરમ્યાન બ્રીજની કામગીરી શરૂ કરવાની સંભાવના તંત્રએ વ્યક્ત કરી હતી.