વોર્ડ નં.10માં સ્વાતી સોસાયટીમાં ડામર રોડનું અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતુમુહુર્ત

  • વોર્ડ નં.10માં સ્વાતી સોસાયટીમાં ડામર રોડનું અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતુમુહુર્ત

રાજકોટ તા.7
વોર્ડ નં.10 ના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસ કાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા કાલાવડ રોડ પર આવેલ સ્વાતી સોસાયટીમાં ડામર રોડનું ખાતમુહૂર્ત મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
વોર્ડ નં.10 માં આવેલ સ્વાતી સોસાયટીમાં ડામર રોડના ખાતમુહૂર્ત પ્રસંગે વોર્ડ મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા, અશ્ર્વિનભાઇ ભોરણીયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, નીરૂભા વાઘેલા, નિલેશભાઇ અનડકટ તથા સ્વાતી સોસાયટીના નરેન્દ્રસિંહ જાડેજા, વૈકુઠભાઇ સોનેજી, જતીનભાઇ કુંડલીયા, એમ.જે.ઝાલા, અપૂર્વભાઇ
પોપટ, રાજુભાઇ કાનાબાર, રમેશભાઇ શાહ, નીતિનભાઇ ધનેચા, કૌશિકભાઇ રામાણી, ચંદ્રેશભાઇ મંડીત, હરેશભાઇ બાચોસીયા, આશીષભાઇ વાળા, ચંદુભાઇ બોઘાણી, જયાબેન બોઘાણી, હંસાબેન, મીનાબેન પંડયા, દિવાળીબેન વારા, દત્તાબેન ધનેશા, નયનાબેન પંડયા, સંધ્યાબેન શેઠ, અલ્પાબેન ગોંડલીયા, મેઘાબેન વૈષ્ણવ, રેખાબેન રામાણી સહિતના સ્થાનિક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.