રાજકોટ જિલ્લામાં ર અઠવાડિયામાં 53696 બાળકોના આરોગ્યની તપાસણી

  • રાજકોટ જિલ્લામાં ર અઠવાડિયામાં 53696 બાળકોના આરોગ્યની તપાસણી

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત રાજકોટ તા.7
રાજ્યની તમામ બાળકોની તંદુરસ્તી માટે રાજ્યની ભાવિ પેઢીના આરોગ્યનું જતન કરવા માટે સમગ્ર રાજ્યમાં અને રાજકોટ જિલ્લામાં ખાસ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરૂ થઇ ગયેલ છે. આ કાર્યક્રમ અન્વયે 0 થી 18 વર્ષના રાજ્યના 1.પ કરોડ અને રાજકોટ જીલ્લાના 414119 બાળકોની આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય તપાસણી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત તબીબી અધિકારીની આગેવાની નીચે આરોગ્ય ટીમ દ્વારા દરેક શાળામાં જઇને બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે.
તા.પ/1ર સુધીમાં પૂર્ણ થયેલ અભિયાન દરમ્યાન જીલ્લામાં 53696 બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. તે પૈકી તબીબી અધિકારીએ તપાસેલ 3631 બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવેલી તે પૈકી 3148 સામાન્ય બીમારીવાળા બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી છે અને ર9 બાળકોને નિષ્ણાંત ડોકટર પાસે રીફર કરવામાં આવેલ છે. તે પૈકી 13 બાળકોને બાળરોગ નિષ્ણાંત, 6 બાળકોને આંખના નિષ્ણાંત, 3 બાળકોને ચામડીના નિષ્ણાંત, 3 બાળકોને કાન-નાક-ગળાના નિષ્ણાંત તબીબોએ તપાસ સારવાર આપી હતી.
આ અભિયાન દરમ્યાન અત્યાર સુધીમાં 83 પાણીના સ્ત્રોતની સફાઇ કરવામાં આવી છે. 179 ગામોમાં શાળામાં, આંગણવાડીમાં જાહેર સ્થળોએ સફાઇ કરવામાં આવી છે. 114 વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. ર3 સગર્ભા માતા હરીફાઇ, ર7 પૌષ્ટીક વાનગી હરીફાઇ કરવામાં આવી છે. રપ દાદા-દાદી મીટીંગ, ર7 વાલી મીટીંગ, 1પ બાળગીતો, ર1 આરોગ્યપ્રદ રમતો, 7 વકતૃત્વ સ્પર્ધા, પ નાટક, 13 ઇનામ વિતરણ, 8 ગ્રામસભાઓ વગેરે કામગીરી કરવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જીલ્લામાં 0 થી 18 વર્ષના 53696 બાળકોની આરોગ્ય તપાસણી કરવા માટે કુલ 122 ટીમ બનાવવામાં આવી હતી. જીલ્લાની કુલ 413 શાળામાં આ કામગીરી કરવામાં આવી હતી. રેફરલ સેવાઓ માટે નિષ્ણાંત તબીબોને તાલુકા મથકે મોકલવામાં આવેલ હતા.
જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાના માર્ગદર્શન નીચે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા દવે, જીલ્લા આર.સી.એચ. અધિકારી ડો.મિતેષ એન.ભંડેરી, જીલ્લા એપેડેમીક અધિકારી ડો.નિલેશ એમ.રાઠોડ, ડો.પી.કે.સિંઘ તથા જોબનપુત્રા જયેશ ત્રિવેદી આ કામગીરી સંભાળી રહ્યા છે.