આસિ. કમિશનરોની ભ્રષ્ટ ભરતી પ્રક્રિયા બે-લગામ

  • આસિ. કમિશનરોની ભ્રષ્ટ ભરતી પ્રક્રિયા બે-લગામ

રાજકોટ તા.7
રાજકોટ મહાપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનરની ખાલી પડેલી પાંચ જગ્યા પર ભરતી માટેની પ્રક્રિયામાં શાસકોએ અનેક નિયમભંગ કરીને મામકાઓને રાખવા ભ્રષ્ટ પ્રયાસ આચર્યો હતો તેવો રોષ મનપા વિપક્ષી નેતાએ પુન:વ્યક્ત કર્યો છે. આ ભરતી પ્રક્રિયા રદ્ કરીને સરકારમાંથી પ્રતિનિયુક્તિ ધોરણે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારી મૂકવા માંગણી ઉઠાવતી રજૂઆત સચિવ રાજયપાલ, મુખ્યમંત્રીને મોકલાઇ છે,
મહાપાલિકા વિરોધ પક્ષ નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું કે આ ભરતી કરવાના મુદ્દે ચાલી રહેલ ભ્રષ્ટાચાર અંગે તા.04/04/2018ના રોજ કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને મહાનગરપાલિકામાં વર્ષોથી ખાલી પડેલ સહાયક મ્યુનિસિપલ કમિશનરની જગ્યાઓ ઉપર ભરતી કરવાના કામે ચાલી રહેલ ભ્રષ્ટાચાર પરત્વે ન્યાયોચિત કાર્યવાહી કરવા અરજી કરેલ બાદમાં અગ્રસચિવ શહેરી વિકાસ વિભાગ, ગાંધીનગરમાં તા.28/09/2018ની અમારી અરજી અન્વયે રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી ખાલી પડેલ સહાયક મ્યુનિસિપલ કમિશનરની જગ્યા પ્રતિનિયુક્તિના ધોરણે ભરવા અરજી કરેલ છે.
આ અરજીના અનુસંધાને શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરી વિકાસ વિભાગ દ્વારા સંદર્ભ-1 ના પરત અન્વયે કમિશનર રાજકોટ મહાનગરપાલિકાને મોકલવા તથા અમોને જરૂરી વિગતો સહ જવાબ કરવા મ્યુનિસિપલ કમિશનર રાજકોટને આદેશ કરવામાં આવેલ છે, જે પત્રના અનુસંધાને સંદર્ભ-2ની વિગતે નાયબ કમિશનરશ્રી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિગતો આપેલ છે જે વિગતો આપની સુચનાના બાદ જે 1(એક) માસના વિલંબ બાદ આપવામાં આવે છે તેમજ સહાયક મ્યુનિસિપલ કમિશનરની વર્ષોથી ખાલી પડેલ આ જગ્યાઓ સરકારમાંથી ભરવા સરકારના નોટીફીકેશન અન્વયે પ્રતિનિયુક્તિથી કાર્યદક્ષ અને અનુભવી અધિકારીઓ સહાયક મ્યુનિસિપલ કમિશનર તરીકે ફાળવવાની બદલે ભ્રષ્ટ પરીક્ષા પદ્ધતિના અંતે ઉતીર્ણ થેયલા બિન કાર્યક્ષમ અને વિવાદાસ્પદ કાર્યશૈલી
ધરાવતા અધિકારીઓ સહાયક મ્યુનિસિપલ કમિશનરની નિમણુંક આપવા અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.03/10/2018ના રોજ મંજૂરી માંગવામાં આવેલ છે.
વધુમાં નિયમો જોગવાઈ છે કે 12 માસ કરતા વધુ સમય હોય તેવા સમયગાળા માટે ખાસ પગાર મંજુર કરી શકાશે નહિ અને જગ્યા સ્થગિત થેયલી ગણવામાં આવશે. અવી પણ સ્પસ્ટ જોગવાઇ છે કે સતત ત્રણ વર્ષ કરતા વધુ સમય માટે ખાલી પડેલ હોય તો તેવી જગ્યાની બાબતમાં વધારાનું ચાર્જ એલાઉન્સ મંજુર કરી શકાશે નહી અને આવી જગ્યાઓ આપોઆપ રદ થવાને પાત્ર છે.
મહાપાલિકાની વહિવટી કામગીરી ઝડપી અને પ્રજાલક્ષી બને એ માટે સરકારના ફરજ બજાવતા અનુભવી એવા વર્ગ-1ના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટરની કેડરના અધિકારીઓને પ્રતિનિયુક્તિના ધોરણે કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગણી છે. આમ આસિસ્ટન્ટ કમિશ્નર વર્ગ-1ની મહત્વપૂર્ણ જગ્યા હોય હાલ જે મુજબ સરકાર તરફથી પરિપત્ર થયેલ છે જે અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમલ અને કાર્યવાહી થાય તેવી સ્પષ્ટ માંગણી છે. આ ભરતી પ્રક્રિયા રદ કરી નવેસરથી ભરતીની કાર્યવાહી કરી રાજકોટની પ્રજાના જાહેર વહીવટના હિતમાં તદ્દન તટસ્થ રહીને ન્યાયોચિત કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો છે. પાંચ જગ્યા ઇન હાઉસ ભરવા માટે અગાઉ પ્રયત્ન થયેલ હતા પરીક્ષા સ્પીપા મારફત લેવાનું નક્કી થયેલું આ પરીક્ષામાં મામકાઓને જ લેવાના છે તેવી ગંધ જુદા જુદા યુનિયનો અને પરીક્ષા આપનાર ઉમેદવાર કર્મચારીઓને થઇ જતા મોટા ભાગના ઉમેદવારો પરીક્ષાથી અળગાં રહેલ જાહેર ખબરમાં સ્પષ્ટ દર્શાવવામાં આવેલ કે આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી ભાષા રહેશે. પરંતુ પરીક્ષાનું પેપર ગુજરાતી ભાષાના માધ્યમમાં કાઢી કારસો રચી પુન: મામકાઓને થાળે પાડવા ષડયંત્ર રચવામાં આવ્યું આ કેસમાં 80 વ્યક્તિને બોલાવવામાં આવ્યા હતાં જે એક જગ્યા માટે કમસેકમ પાંચ વ્યક્તિ ને બોલાવવી જોઈએ.જેઓના સૌથી ઓછા માર્ક હતા તેવી મૌખિક ઇન્ટરવ્યુંમાં માત્ર પાંચ જ મામકાઓ પસંદગીને પ્રાપ્ત જાહેર થયા. આ બાબત જાગૃત યુનિયનનાં હોદ્દેદારોને ધ્યાન ઉપર આવતાં ગુજરાત હાઈકોર્ટમાંથી કાયમી મનાઈ હુકમ લેવામાં આવ્યો. મનાઈ હુકમ પાછો ખેંચવા કારસો રચ્યો તેમાં મામકાઓ જોરે સફળ થયા. પુન: ગુજરાત હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ આવ્યો. યોગ્ય ઉમેદવારના અભાવે પેટા કલમ (7) મુજબ કામચલાઉ નિમણુંક કરી શકાય પરંતુ,તેની કામચલાઉ મુદત 6 મહિનાથી વધારે સમયની હોવી જોઈએ નહી. જયારે આ મામકાઓ આ ખાલી જગ્યા ઉપર 7 થી 8 વર્ષથી ઇન્ચાર્જ સહાયક કમિશનર તરીકે ચીટકી રહ્યા છે. આ મામકાઓ વર્ષોથી ખાલી જગ્યા ઉપર ચુપચાપ ચીટકી રહ્યા છે તેની જાણ મ્યુનિસિપલ કમિશ્નરને સ્ટેન્ડીંગ કમિટી કે જનરલબોર્ડને કરેલ નથી  જેપીએસસી અને યુપીએસસી પેટર્નથી પરીક્ષા લેવા કોંગ્રેસની માંગ.