જસદણ પેટા ચૂંટણી પૂર્વે અફવા બજાર ગરમ

  • જસદણ પેટા ચૂંટણી પૂર્વે અફવા બજાર ગરમ

ભોળાભાઈ ભાજપમાં જોડાય છે ? અફવાને ભાજપનું કાવતરું ગણાવતા માજી ધારાસભ્ય મતદાન પૂર્વે રાજકીય સોગઠાબાજી શરૂ
રાજકોટ તા,7
જસદણ ધારાસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર ગઈકાલે સ્પષ્ટ થતાની સાથે જ રાજકીય તોડફોડ શરુ થઈ ગઈ છે અને ટિકિટ મળે નહીં તો પણ કોંગ્રેસ નહીં છોડુ તેવી જાહેરાત કરનાર માજી ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
આધરભુત સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કોંગ્રેસના માજી ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને એક - બે દિવસમાં જ ભાજપ દ્વારા મોટો કાર્યક્રમ યોજી ભરતીમેળો યોજવામાં આવનાર છે. તેવી અફવા વહેતી થઈ છે.
આ અંગે ભોળાભાઈ ગોહેલનો સંપર્ક સાધતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હું ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની વાત માત્ર ગપગોળો છે. હું અત્યારે પણ કોંગ્રેસના પ્રચાર-કાર્યમાં વ્યસ્ત છું અને કાયમ કોંગ્રેસ સાથે જ રહેવાનો છું. આવી વાતો ચૂંટણી સમયે ઈરાદા પૂર્વક ફેલાવવામાં આવતી હોવાનું પણ ભોળાભાઈ ગોહિલે જણાવ્યું હતું. તેમણે ભાજપ ઉપર સીધો આક્ષેપ કરતા જણાવેલ કે, હારના ડરના કારણે ભાજપના મિત્રો આવી અફવા ફેલાવી રહ્યા છે. પણ તેમં તેઓ સફળ થવાના નથી.
જસદણ ધારાસભાની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે પ્રતિષ્ટઠાનો જંગ છે. પાસ કરીને આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે બન્ને પાર્ટીનો એસીડ ટેસ્ટ છે. પરિણામે આગામી તા.20મીએ ચૂંટણી યોજાય તે પૂર્વે અનેક રાજકિય અફવાઓ અને ઉથલ પાથલ થાય તેવા નિર્દેશો મળે છે.
એક એવી પણ અફવા વહેતી થઈ છે કે, જસદણ નગરપાલિકાના ભાજપના કેટલાક સભ્યો પાર્ટીથી ભારે નારાજ છે અને આ સભ્યો ભાજપને રામરામ કરી કોંગ્રેસમાં જોડાનાર છે.