રામધામ સોસાયટીના યુવાને બે લાખના દાગીના બારોબાર વેચી માર્યા: ઉઘરાણી કરતા ફિનાઈલ પીધુંDecember 07, 2018

દાગીના બનાવવા આપનાર વેપારીને ઉઘરાણી કરી કારમાં ઉપાડી જતાં ભરેલું પગલું
રાજકોટ તા,7
શહેરની ભાગોળે આવેલા શીનપરમાં રહેતા સોની વેપારીનું બે લાખની ઉઘરાણી કરી બે શખ્સોએ અપહરણ કરતા વેપારીએ ફિનાઈલ ગટગટાવી લીધુ હતું વેપારીએ ફિનાઈલ પી લેતા તેને ફેકી ઉઘરાણી કરવા આવેલા શખ્સો નાસી ગયા હતાં. જ્યાએ વેપારીને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રતનપરમાં રહેતા અને સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા હસમુખભાઈ જેન્તીભાઈ ફિચડીયા નામના 39 વર્ષના સોની વેપારીને દાગીના બનાવવા આવનાર છલાભાઈ અને કાળુભાઈના દાગીના બારોબાર વેચી નાખનાર વેપારી પાસે બંને ઉઘરાણી માટે આવ્યાં હતાં. ઉઘરાણી માટે આવેલા શખ્સોએ વેપારીનું અપહરણ કર્યુ હતું. પરંતુ વેપારીએ ફિનાઈલ પી લેતા અપહરણકારો વેપારીને ફેકીને ભાગી ગયા હતાં. વેપારીને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
પ્રાથમિક પૂછતાછમાં હસમુખભાઈ સોનીને છલાભાઈ અને કાળુભાઈએ રૂા.2 લાખના દાગીના બનાવવા આપ્યા હતાં. જે દાગીના વેપારીએ બારોબાર વેચી નાખતા છલ્લાભાઈ અને કાળુભાઈએ ઉઘરાણી કરતા દાગીના ન આપતા અપહરણ કર્યુ હતું. અપહરણથી બચવા વેપારીએ ફિનાઈલ પીધુ હોવાનું જાણવા મળ્યું છે.