જસદણ પેટા ચૂંટણીમાં સ્ટાફનું સેક્ધડ રેન્ડમાઇઝેશનDecember 07, 2018

રાજકોટ તા.7
જસદણ વિધાનસભા બેઠકની આગામી 20મીએ થનાર મતદાન પૂર્વે ચૂંટણી સ્ટાફનું આજે જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, ઓબ્ઝર્વર, અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, નાયબ ચૂંટણી અધિકારી ધાંધલની હાજરીમાં સેક્ધડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 262 મતદાન મથક છે તેમાં એક મતદાન મથકમાં પાંચ વ્યક્તિનો સ્ટાફ ગોઠવાયો છે. મોટાભાગનો સ્ટાફ ગોંડલ અને જેતપુરનો લેવામાં આવ્યો હોય આજે સેક્ધડ રેન્ડમાઇઝેશન કરી દેવામાં આવ્યું છે.
ચૂંટણી શાખાના સુત્રોના જણાવ્યા મુજબ આજે 288 પ્રિસાઇડીંગ ઓફિસર, 288 ફર્સ્ટ પ્રિસાંઇડીંગ ઓફિસર 288 પબ્લીક ઓફિસર, 2887 મહિલા અને 266 પટ્ટાવાળાઓનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે.
જસદણની પેટાચૂંટણીમાં રોકાયેલ ગોંડલના સરકારી કર્મચારીઓની ગોંડલની અને રવિવારે જેતપુરના કર્મચારીઓની જેતપુરમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
19મીએ કર્મચારીઓને પોલીંગ સ્ટેશન ફાળવી દેવામાં આવશે બપોરપછી ચૂંટણી સ્ટાફને બુથ ઉપર મુકી દેવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.