અબજોના દસ્તાવેજો ધૂળ ખાય ને હજજારો અરજદારોને ધક્કા!December 07, 2018

રાજકોટ તા.7
રાજકોટની શ્રોફ રોડ સ્થિત અભિલેખાગાર કચેરીમાં રાજાશાહી સમયના દસ્તાવેજોની પ્રમાણિત નકલો મેળવવા 2000 જેટલા આસામીઓની અરજી પડતર છે. આ અભિલેખાગાર કચેરીમાં કલાસ એ કક્ષાના એક અધિકારી અને અન્ય બે કર્મચારીઓ ફરજ બજાવે છે. આ અભિલેખાગાર કચેરીમાં 21 કર્મચારીઓનું સત્તાવાર મહેકમ નક્કી કરાયું છે. પણ લાંબા સમયથી માત્ર 3 કર્મચારીઓ દ્વારા જ આ કચેરીનો વહિવટ ચાલે છે તેવું જાણવા મળેલ છે.
રાજકોટની શ્રોફ રોડ સ્થિત અભિલેખાગાર કચેરીમાં આઝાદી પૂર્વના રજવાડાઓ દ્વારા કરી અપાયેલા તમામ દસ્તાવેજોની અસલ નક્લો રેકર્ડ રૂમમમાં સુરક્ષિત સાચવી રાખવામાં આવી છે. આસામીઓની અબજોની કિંમતના મહત્વના દસ્તાવેજો કે જે 1947 આઝાદી પહેલાના છે તેવા દસ્તાવેજોની પ્રમાણીત નકલો આ અભિલેખાગાર કચેરીમાં જ મળે છે. આ કચ.રીમાંથી 75 વર્ષ પહેલાના કરોડોની કિંમતના દસ્તાવેજોની પ્રમાણિત નકલો મેળવવા આસામીઓ- વકિલો અરજી કરે છે. આ કચેરીમાં હાલમાં 2000 જેટલા દસ્તાવેજોની પ્રમાણીત નકલો મેળવવાની અરજીઓ પડતર છે. આ કચેરીમાં માત્ર બે કર્મચારી અને એક અધિકારીફરજ બજાવે છે. ઉપરાંત દસ્તાવેજો શોધવા પાંચ પટ્ટાવાળા છે. પરંતુ ચૂંટણી કામગીરીમાં પટ્ટાવાળાને ઓર્ડર કરી દેવાતા એકપણ પટ્ટાવાળો દસ્તાવેજ શોધી કાઢવાની કામગીરી કરી શકશો નથી.
રાજકોટમાં અભિલેખાગાર કચેરીમાં રાજાશાહી વખતના અબજોની કિંમતના દસ્તાવેજો અપ-ટુ-ડેટ સાચવી રખાયા છે. આ કચેરીમાં વર્ષ 2000 પહેલા અંગેજીની કંપનીએ કરી આપેલા હજારો દસ્તાવેજો પણ સાચવી રખાયા હતા પરંતુ ભારત સરકારે જયપુરમાં અદ્યતન દેશભરનું પ્રથમ રેકર્ડ સેન્ટર બનાવી રાજકોટ સહિત દેશભરના અંગ્રેજોની કંપનીએ કરી આપેલા તમામ દસ્તાવેજોનો રેકર્ડ જયપુર શીફ્ટ કરી દેવામાં આવ્યો છે.
દરમ્યાન રાજકોટની અભિલેખાગાર કચેરીમાં અદ્યતન રેકર્ડરૂમ બનાવાયોછે. 1974 પૂર્વેના રાજાશાહસ સમયના તમામ દસ્તાવેજો વર્ષ વાઇઝ અલગ-અલગ સાચવી રખાયા છે. આ રેકર્ડ જર્જરીતન છે. પરંતુ અરજદારોને આપી શકાય તેવો ઉપલબ્ધ છે. પરંતુ મોટી સમસ્યા સ્ટાફની છે. અપૂરતા સ્ટાફના કારણે અબજોની કિંમતના મહત્વના હજારો સંપતિના દસ્તાવેજો સમયસર આપી શકાતા નથી અને અરજદારોને ધક્કા થાય છે તેવું જાણવા મળેલ છે.