પંજાબમાં હુમલો સેનાધ્યક્ષે જ કરાવ્યો લાગે છે: ‘આપ’નો બફાટNovember 19, 2018

 સેનાધ્યક્ષ અથવા પંજાબ સરકારનો પણ હુમલા કરાવવા પાછળ ‘હાથ’ હોઈ શકે !
નવીદિલ્હી તા,19
પંજાબના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષનાં નેતા રહેલા એચએસ ફુલ્કાએ વિવાદિત નિવેદન આપ્યું
છે. તેમણે અમૃતસરમાં નિરંકારી ભવનમાં થયેલા આતંકવાદી હૂમલા માટે સેનાધ્યક્ષને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, શક્યતા છે કે સેનાધ્યક્ષ વિપિન રાવતે પોતાની જ વાતને સાચી ઠેરવવા માટે આ ગ્રેનેડ હૂમલો કરાવ્યો છે. ફુલ્કા આટલે નહોતા અટક્યા, તેમણે કહક્યું કે, અમૃતસર દુર્ઘટના પાછળ સરકારનો હાથ હોઇ શકે છે. આ હુમલામાં 3 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
ફુલ્કાએ કહ્યું કે, પંજાબમાં પહેલા પણ સરકારો હૂમલો કરાવતી રહી છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, અમૃતસર હૂમલા પાછળ સેનાને જ દોષીત ઠેરવી છે. તેમણે કહ્યું કે, થોડા દિવસો પહેલા સેનાધ્યક્ષે પંજાબમાં અશાંતિ અને હૂમલાની વાત કરી હતી. શક્ય છે કે તેમણે પોતાની વાતને સાચી ઠેરવવા હુમલો કરાવ્યો હોય. જો કે આ નિવેદન બાદ હવે વિવાદ ચાલુ થઇ ચુક્યો છે. ભાજપે આ નિવેદનને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યું છે. કોંગ્રેસનાં નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, તેઓ તે પણ જણાવે કે કઇ સરકારે કરાવ્યો હૂમલો. રાશિદ અલ્વીએ કહ્યું કે, ફુલ્કાનું આ નિવેદન બેજવાબદાર છે.
ગત્ત વર્ષે ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટી બીજી સૌથી મોટી પાર્ટી બની હતી. ત્યાર બાદ એચએસ ફુલ્કાને નેતા વિપક્ષ બનાવવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ તેમણે આ પદ છોડી દીધું હતું. હાલમાં જ સેનાધ્યક્ષે પંજાબમાં પાકિસ્તાનનાં વધતા દખલ અને ઈંજઈંના પ્રભાવો અંગે ચેતવણી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમૃતસરમાં ધાર્મિક સભામાં એક ગ્રેનેડ ફેંક્યો હતો. ત્રણ લોકોનાં મોત થઇ ગયા અને 10 અન્ય ઘાયલ થઇ ગયા જેમાંથી બેની હાલત ગંભીર છે. એક ગુપ્ત માહિતીમાં દાવો કરવામાં આવ્યો છે કે જૈશ એ મોહમ્મદનાં 6થી7 આતંકવાદીઓનું એક જુથ રાજ્યમાં ખાસ કરીને ફિરોઝપુરમાં છે. આ માહિતી બાદ સમગ્ર પંજાબમાં એલર્ટ છે. ઉપરાંત રાજધાની દિલ્હી અને આસપાસનાં વિસ્તારમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબમાં ઉગ્રવાદ: પાકિસ્તાની કે પછી ખાલિસ્તાનીનો ખેલ?
પાકિસ્તાન દ્વારા 1984માં પણ ખાલિસ્તાનવાદીઓને ભડકાવીને પંજાબમાં ઉગ્રવાદનો ખેલ ખેલવામાં આવ્યો હતો. હવે આઈએસઆઈ ફરી એકવાર પંજાબમાં ખાલિસ્તાની ઉગ્રવાદને જીવિત કરવાની ફિરાકમાં છે. આના માટે આઈએસઆઈ દ્વારા લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને કાશ્મીરના આતંકવાદી સંગઠનો સાથે ખાલિસ્તાનવાદી ઉગ્રવાદી સંગઠનોને તાલીમબદ્ધ કરાતા
(અનુસંધાન પાના નં.8)
હોવાના પણ ઈન્ટેલિજન્સ એજન્સીના અહેવાલો ઘણીવાર આવ્યા છે. જેને કારણે છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં ઈન્ટેલિજન્સ અને સિક્યુરિટી એજન્સી ખાસી સતર્કતા દાખવી રહી છે.
પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાના કમાન્ડર મક્કીએ ગુરુ નાનકદેવજીને ઈસ્લામ વિરુદ્ધ ષડયંત્રકારી ગણાવીને તેમના વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. લશ્કરે તૈયબાના આતંકી મક્કીએ શીખોની ધાર્મિક આસ્થાઓ પર આઘાત પણ કર્યો હતો. પરંતુ શીખો ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવજીનું અપમાન ભૂલાવીને ખાલિસ્તાનના ટેકેદારોએ લશ્કરે તૈયબાના સંસ્થાપક આતંકવાદી હાફિઝ સઈદ સાથે હાથ મિલાવ્યો છે.
ચૂંટણી દરમિયાન ખાલિસ્તાનવાદીઓ દ્વારા પાકિસ્તાનના આતંકવાદી મક્કીના સગા હાફિઝ સઈદની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. 28 એપ્રિલે નાનકાના સાહિબ ખાતે આયોજીત રાજકીય ક્ધવેન્શનમાં મિલી મુસ્લિમ લીગના પ્રમુખ સૈફુલ્લાહ ખાલિદે ભાગ લીધો હતો અને હાફિઝ સઈદ પણ તેમાં હાજર હતો. પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મહાસચિવ ગોપાલસિંહ ચાવલાએ મિલી મુસ્લિમ લીગની કોન્ફરન્સ આયોજીત કરવામાં પુરો સહયોગ કર્યો હતો.
પાકિસ્તાનની સરકાર, સેના અને આઈએસઆઈના ઈશારે ગુરુ નાનકદેવજીના જન્મસ્થાન નાનકાના સાહિબ, રાવલપિંડીના પંજા સાહિબ સહિતના પવિત્ર ધર્મસ્થાનોની તીર્થયાત્રાએ જતા ભારતીય શીખ શ્રદ્ધાળુઓને ઉશ્કેરણી કરીને ખાલિસ્તાનવાદીઓ ભડકાવી રહ્યા છે. તો ભારતના પાકિસ્તાન ખાતે તેનાત રાજદ્વારીઓને ભારતથી આવતા શીખ શ્રદ્ધાળુઓને મળવા દેવામાં આવતા નથી. આને પંજાબમાં ખાલિસ્તાનવાદી સંગઠનોના વર્ચસ્વને વધારીને ઉગ્રવાદને જીવિત કરવાની કોશિશ થઈ રહી હોવાનું માનવામાં આવે છે. હુમલામાં ઈંજઈંનો હાથ : મુખ્યમંત્રી અમરિંદરસિંહ
ચંદીગઢ: ત્રણ જણનો જીવ લેનાર અમૃસરના સત્સંગ પરના બોમ્બ હુમલાની આકરી નિંદા કરતા પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે રવિવારે એવી પ્રતિજ્ઞા કરી હતી કે રાજ્યમાંની શાંતિનો નાશ ત્રાસવાદી પરિબળોને પોતે નહીં કરવા દે. તેમણે વધુમાં એવી શંકા વ્યક્ત કરી હતી કે આ હુમલા પાછળ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)નું પીઠબળ
(અનુસંધાન પાના નં.8)
ધરાવતા ખાલિસ્તાની કે કાશ્મીરી આતંકવાદીઓનો હાથ છે. પંજાબ રાજ્યની પ્રજાને નહીં ગભરાવાની તથા શાંતિ જાળવી રાખવાની અપીલ કરતા પંજાબના મુખ્ય પ્રધાને એવું ટ્વીટ કર્યું હતું કે, અમે મહામહેનતે સ્થાપેલી શાંતિને આતંકવાદી પરિબળોને હાથે નેસ્તનાબૂદ નહીં થવા દઇએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમૃતસરમાંના બોમ્બ બ્લાસ્ટને પગલે નહીં ગભરાવાની અને શાંતિ જાળવી રાખવાની હું લોકોને અપીલ કરું છું. આ ઘટના પછી તરત જ અમરિન્દર સિંહે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
બોમ્બ હુમલાની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢતા અમરિન્દરે આ હુમલામાં માર્યા ગયેલાઓના પરિવારને રૂ.પાંચ લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. હુમલામાં ઇજા પામેલાઓને મફત સારવાર પૂરી પાડવાની પણ ઘોષણા કરવામાં આવી હતી.
અમૃતસરના નિરંકારી ભવનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની આકરા શબ્દોમાં નિંદા કરું છું. ભોગ બનેલાઓ માટે શોક છે. જિલ્લા વહીવટીતંત્રને પીડિતોને શક્ય તમામ મદદ કરવા કહેવાયું છે, એમ તેમણે કહ્યું હતું.
પંજાબ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, અમૃસર શહેરની સીમાએ સત્સંગ પર કરવામાં આવેલો બોમ્બ હુમલો આતંકવાદી કૃત્ય હોવાનું લાગી રહ્યું છે.
પંજાબના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ સુરેશ અરોરાએ જણાવ્યું હતું કે, આ ઘટનાને ટેરર એન્ગલ હોવાનું લાગે છે કારણકે એ લોકોના સમૂહ સામે કૃત્ય છે નહીં કોઇ વ્યક્તિ સામે. જ્યાં સુધી બીજું કાંઇ પુરવાર નહીં થાય ત્યાં સુધી અમે આમ જ માનીશું.
ડીજીપીએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, નિરંકારી ભવન પર હુમલો કરાશે એવી કોઇ માહિતી આપવામાં નહોતી આવી.
પંજાબમાં થોડા દિવસ પહેલા કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠનનો ખૂનખાર આતંકવાદી ઝાકિર મુસા જોવા મળ્યો હતો. આ ઉપરાંત કહેવાય છે કે મુસા જૂથના સાત ત્રાસવાદી ફિરોઝપુર આવ્યા હતા અને તેને કારણે અમૃતસરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

 
 
 

Related News