રાજકોટમાં ટ્રેનમાં ચડવા જતા અકસ્માતે નીચે પટકાયેલા પાણખાણના આઘેડનું મોતNovember 06, 2018

રાજકોટ, તા. 6
દેશભરમાં ટ્રેન અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ રાજકોટમાં ટ્રેનમાં ચડવા જતા કેશોદના પાણખાણના આઘેડ અકસ્માતે નીચે પટકાતા તેમનુ મોત નિપજયુ હતું. જયારે થાનગઢમાં વડીયાનો યુવાન ટ્રેન હડફેટે ઘવાતા સારવાર માટે ખસેડાયો છે.
આ કેસની વિગત એવી છે કે કેશોદના પાણખાણ ગામે રહેતા લાખાભાઈ વેજાનંદભાઈ સોંદરવા ઉ.વ.55 રાજકોટના રેલવે સ્ટેશને ટ્રેનમાં ચડવા જતા નીચે ગબડી પડયા હતાં નીચે પટકાયેલા આઘેડને ગંભીર ઈજા થતા આઘેડની સારવાર કારગત નિવડે તે પહેલા જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
જયારે બીજા બનાવમાં અમરેલીના વડીયામાં રહેતો વિજય જયંતિભાઈ સોલંકી નામનો 25 વર્ષનો યુવાન થાનગઢમાં ધોળેશ્ર્વર ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર બેઠકો હતો ત્યારે ટ્રેન આવી ચડતા યુવાન ટ્રેન હડફેટે ચડી ગયો હતો. ટ્રેન હડફેટે ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 
 
 

Related News