કોંગ્રેસના કાર્યકારી પ્રમુખના કારણે કાર્યકરો નિષ્ક્રીય !

  • કોંગ્રેસના કાર્યકારી પ્રમુખના કારણે કાર્યકરો નિષ્ક્રીય !

રાજકોટ, તા.6
રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ છોડ્યા બાદ હજુ સુધી શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણૂંક થઇ નથી અને સંગઠનના કોઇ ઠેકાણા નથી ત્યાં શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત સામે સંગઠનમાંથી જ અવાજ ઉઠ્યો છે અને કોંગ્રેસમાં દિવાળી પહેલા ફટાકડા ફૂટવાનું શરૂ થઇ ગયું છે.
કોંગ્રેસના પ્રદેશ સંગઠનમંત્રી તુષિત પાણેરીએ દિવાળી પહેલા જ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત સામે સુતળીબોંબ ફોડ્યો છે અને કાર્યકારી પ્રમુખ 15-20 આગેવાનોને સાથે રાખી કોંગ્રેસ ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.
વર્તમાનના રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અન્ય આગેવાનો સાથે સંકલન સાધી શકતા નથી.
જેને લીધે કાર્યકરો-આગેવાનો તુષિત પાણેરીએ એક નિવેદનમાં જણાવેલ છે કે લોકસભાની ચુંટણી હવે નજીક આવી રહી છે તેમજ જસદણ વિધાનસભાાની પેટાચુંટણી પણ આવતા મહિને જ ડિસેમ્બરમાં યોજાવાની છે ત્યારે ચુંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ અને કાર્યકરો, આગેવાનોને કામે લગાડવાની જવાબદારી શહેર પ્રમુખની છે.
હાલના રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કાર્યકરો આગેવાનો સાથે યોગ્ય સંકલન નથી સાધી શકતા. કોઇપણ કાર્યક્રમો, રજૂઆત, રેલી વિગેરે જેવા પ્રોગ્રામોની જાણ પણ મારા સહિત અન્ય કેટલાય કાર્યકરોને કરવામાં આવતી નથી. અગાઉ ઇન્દ્રનીલભાઇ, કુંવરજીભાઇ, ડો.વસાવડા જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે તેમની ઓફિસેથી બધા જ આગેવાન કાર્યકરોને વ્યક્તિગતપણે ફોન કરીને કાર્યક્રમોની જાણ કરી યોગ્ય સંકલન થતું હતું જે વર્તમાન રાજકોટ શહેર પ્રમુખમાં જોવા મળતું નથી. ગણ્યાં ગાંઠ્યા 15-20 આગેવાનોને સાથે લઇને કાર્યક્રમો થઇ જાય છે અને ખબર પણ પડતી નથી.
હું માી જ વાત કરુ તો જ્યારથી ઇન્દ્રનીલભાઇ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ પદ અને પાર્ટી છોડ્યા છે ત્યાંથી લઇ આજ સુધી મને વર્તમાન શહેર પ્રમુખ તરફથી કે તેના કોઇ માણસ તરફથી એકપણ ફોન રજૂઆત કે કાર્યક્રમો માટે આવ્યો નથી કે નથી મારા વોર્ડ નં.10માં આગેવાનો, કાર્યકરો વચ્ચે પ્રમુખની હાજરીમાં મિટિંગ થઇ, સ્થાનીક પ્રશ્નો જાણવાની પ્રમુખે તસ્દી લીધી નથી.
વોર્ડનં.10એ મુખ્યમંત્રીશ્રીનો મતવિસ્તાર છે, ત્યાં લોકસંપર્ક માટે પણ ક્યારેય પ્રમુખે વાત ઉચ્ચારી નથી. પ્રમુખને આવું લોલમલોલ જેવું વર્તન શોભતું નથી.
વર્તમાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખના આવા બેજવાબદાર,
અને કોર્ડિનેશન વગરની નીતીને કારણે જ આજે રાજકોટ કોગ્રેંસના નિષ્ઠાવાન આગેવાનો-કાર્યકરો સાવ નિરસ બની ગયા છે તેમ અંતમાં તુષિત પાણેરીએ જણાવી નોંધ્યુ છે કે આ રજૂ કરેલ વિચારો મારા વ્યક્તિગત અનુભવને આધારે મે કહેલ છે, પાર્ટીના સંદર્ભમાં હું આ કહેતો નથી.
મને કોઇ જ અસંતોષ નથી પણ કોંગ્રેસ પાર્ટીના એક સૈનિક તરીકે પાર્ટી સારા પ્રમુખના માર્ગદર્શનમાં સારો દેખાવ કરે તે ઇચ્છનિય છે.   વિપક્ષી નેતાના પણ ઠેકાણા નથી મહાનગર પાલિકાનાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા વશરામભાઇ સાગઠીયાની મુદ્ત પૂરી થઇ ગયાને એકવર્ષ જેવો સમય વિતી ગયો હોવા છતાં કોંગ્રેસની આંતરિક લડાઇ અને ટાંટિયા ખેંચના કારણે નવા વિપક્ષી નેતાની નિમણુક હજુ સુધી થઇ નથી. શહેરથી માંડી પ્રદેશ કક્ષા સુધી કોંગ્રેસ સંગઠનમાં આંતરિક વિવાદો અને જૂથવાદના કારણે દુષ્કાળ, મંદી, મોંઘવારી, બેકારી, જેવા સબગતા મુદ્ા ઉપાડવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઇ છે અથવા તો મુદ્ાઓ ઇરાદાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે ?