દૂધની ડેરીએ રહેતો બુટલેગર દારૂની 72 બોટલ સાથે ઝડપાયોNovember 06, 2018

રાજકોટ તા.6
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ખત્રી, ડીસીપી શૈની, ડીસીપી જાડેજા, એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અતુલભાઈ સોનારા, સમીરભાઈ શેખ, અનિલભાઈ સોનારા, અજીતસિંહ પરમાર, મહેશભાઈ મંઢ, નિશાંતભાઈ પરમાર, નિલેશભાઈ ડામોર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મહેશભાઈ અને નિશાંતભાઈને ખાનગીરાહે હકીકત મળી હતી કે દૂધસાગર રોડ ઉપર આવેલ બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ વાઘેલા નામના શખ્સે દારૂનો જથ્થો ઉતાર્યો છે આ બાતમી આધારે દરોડો પાડી તેના ઘરમાંથી 28,800 રૂપિયાની કિંમતનો 72 બોટલ દારૂ મળી આવતા પોલીસે કબ્જે કરી બુટલેગરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.