વચગાળાના જામીન પરથી ફરાર આરોપીITOપાસેથી ઝડપાયો

જામનગર તા.6
વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પેરોલ/ફર્લો સ્કવોર્ડે પકડી પાડયો છે.
જીલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ નાયબ પોલીસ અધિક્ષક એ.પી.જાડેજા તથા એલસીબી પો.ઇન્સ. આર.એ.ડોડીયાએ જામનગર જીલ્લાના નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા તેમજ પેરોલ ફર્લો ફરારી આરોપીઓને પકડવા અંગે સુચના આપી હોવાથી તે મુજબ એબ્સ્કોન્ડર/પેરોલફર્લો સ્કવોડના પો.સ.ઇ. વી.એમ.લગારીયા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. પેટ્રોલીંગ દરમ્યાન ચંદ્રસિંહ જાડેજા તથા વનરાજસિંહ મકવાણા તથા અરજણભાઇ કોડીયાતરને ખાનગી રાહે હકીકત મળેલ કે જામનગર સીટી બી ડીવીઝન ખુનાના ગુનાનો આરોપી હિતેષ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા જાતે (ઉ.વ.24, રહે.-નાગેશ્ર્વર કોલોની ગરબી ચોક પાસે જામનગર) જામનગર જેલમાં કાચા કામના આરોપી હતો. સદરહુ આરોપીને તા.11/10/2018 ના રોજ રજા પૂર્ણ થતા પરત જામનગર જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર થયેલ નહીં અને વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ હતો. આથી આરોપીની તપાસ કરતા જામનગર પી.એન.માર્ગ ઇન્કમટેક્ષ ઓફીસ સામે ઉભેલ હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડ જામનગરને આરોપી ઉપરોકત જગ્યાએથી મળી આવતા બાકીની સજા ભોગવવા જામનગર જીલ્લા જેલ ખાતે સોપવામાં આવેલ છે.
આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના એએસઆઇ વનરાજસિંહ વાળા, હંસરાજભાઇ પટેલ તથા કાસમભાઇ બ્લોચ વગેરેએ કરેલ છે.