ખોડિયારનગરમાંથી 107 બોટલ દારૂ કબ્જે: બુટલેગર નાસી છૂટ્યો

  • ખોડિયારનગરમાંથી 107 બોટલ  દારૂ કબ્જે: બુટલેગર નાસી છૂટ્યો


રાજકોટ તા.6
રાજકોટમાં દારૂ જુગારનું દુષણ ડામવા માટે સઘન પેટ્રોલિંગ કરી રહેલ થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી ડી જાદવ, બી જે જાડેજા, ભુપતભાઇ, કનુભાઈ, વિજયભાઈ, રોહિતભાઈ, ધર્મેન્દ્રસિંહ, આશિષભાઇ દવે સહિતના સ્ટાફે બાતમી આધારે ખોડિયારનગરમાં રહેતા હિતેશ ખીમસુરીયાના મકાનમાં દરોડો પાડી ગેલેરીમાં છુપાવેલ દારૂની 107 બોટલ કબ્જે કરી હતી જયારે હાજર નહિ મળી આવેલ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.