‘ટેકા’માં મગફળી વેચવા 55 હજાર ખેડૂતોનું રજિસ્ટ્રેશનNovember 06, 2018

રજિસ્ટ્રેશન મામલે રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે: સૌરાષ્ટ્રભરના એક ચતુર્થાંશથી વધુની થઇ નોંધણી  રાજકોટ, તા.6
ન્યૂનતમ ટેકાના દરે રાજ્ય સરકારને મગફળી વેચવા માગતા 55110 ખેડૂતો અત્યાર સુધીમાં આ માટે નોંધણી કરાવી ચુક્યા છે. ગત તા.1 થી શરુ થયેલી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જો કે તદ્ન સરકારી ઢબે ધીમી ગતિએ ચાલી રહી હોવાથી છ દિવસ દરમિયાન માત્ર 1.35 ટકા ખેડૂતો જ રજિસ્ટ્રેશન કરાવી શક્યા છે.
સમગ્ર રાજ્યમાં, એક અંદાજ મુજબ સવા કરોડ જેટલાં ખેડૂતો પૈકી ચાલીસે’ક લાખ કિસાનોએ મગફળી વાવી હતી. આ વખતે કુલ વાવેતરમાંથી 40 ટકા જેટલું મગફળીનું પાચાસે’ક ટકા કપાસનું અને દસે’ક ટકામાં અન્ય પાકોનું વાવેતર થયું હતું. ચાલીસે’ક લાખ ખેડૂતોમાંથી ગત છ દિવસમાં નોંધણી માત્ર 55110ની જ થઇ છે, જ્યારે કે રજિસ્ટ્રેશન સ્થળો પર આનાથી અનેકગણા ખેડૂતો નોંધણી કરાવવાને ઉમટ્યા હતાં.
7-12ના દાખલા, પાણીપત્રક, તલાટીના દાખલા સાથે ખેડૂતો તેમની નજીકના માર્કેટ યાર્ડ પર પરોઢથી જ કતારોમાં માટેના સ્ટાફ અને રજિસ્ટ્રેશન માટેના સ્ટાફ અને ટેબલોની ઓછી સંખ્યા, ધીમું સર્વર, જટીલ ખરાઇ પ્રક્રિયા કનેક્ટીવીટીનો અભાવ સહિતના કારણસર રજિસ્ટ્રેશન મંદ ગતિએ થાય છે. ઘણાં ખેડૂતોએ કામ પુરું થયા
વિના જ પરત ફરવું પડે છે, અને ટોકન મેળવીને બીજો ધક્કો ખાવાનો વારો પણ આવે છે.
ઓનલાઇન રજિસ્ટ્રેશન કામગીરી 30 નવેમ્બર સુધી ચાલવાની છે, એ જો આવી જ ગતિએ ચાલુ રહે તો માંડ સાતે’ક ટકા ખેડૂતો જ નોંધણી કરાવી શકશે અને તેમને જ ટેકાના ભાવ લભ્ય બનશે !
વિતેલા 6 દિવસ દરમિયાન જે 55110 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું તેમાં કુલ 22 જિલ્લાના ખેડૂતોનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે "રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં જ 13418 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઇ ચુક્યું છે, જે રાજ્યભરમાં સૌથી
વધુ છે
સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના જે 10 જિલ્લાના ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના દરે વેચવા ઇચ્છા દર્શાવી છે તેમાં સુરતનો સમાવેશ જ નથી, સુરત જિલ્લાના કોઇ ખેડૂતે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. સૌરાષ્ટ્રમાં પણ અગાઉ મોખરે રહેતાં જૂનાગઢ જિલ્લો આ વખતે વરસાદ બાબતે ટોચના 3 સ્થાનોમાં સમાવિષ્ટ હોવા છતાં મગફળી વાવેતર વિસ્તારથી માંડીને રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોની સંખ્યા બાબત પણ બીજા ક્રમે છે.
15મી નવેમ્બરથી સરકાર ટેકાના ભાવ મગફળીની ખરીદી શરૂ કરવા જઇ રહી છે.     વાવેતરની માફક મહતમ નોંધણી પણ સૌરાષ્ટ્રમાં  જિલ્લો રજિસ્ટ્રેશન મગફળી વાવેતર વિસ્તાર (હેક્ટર)
રાજકોટ     13418 27674
જૂનાગઢ    8092 17486
અમરેલી    5817 13054
જામનગર   5264 11289
ભાવનગર     3559 6631
દ્વારકા     3451 9850
સોમનાથ     3394 6793
પોરબંદ   ર 2205 5443
મોરબી    1715 3877
બોટાદ    500 800
સુરેન્દ્રનગર    425 1291
કચ્છ    362 899
કુલ    48202 91825

 
 
 

Related News