પેટ્રોલ-ડીઝલ સતત 16માં દિવસે સસ્તુંNovember 06, 2018

રાજકોટ તા.6: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના બેરલના ભાવ ઘટતા ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે સતત 16માં દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે આજે પેટ્રોલમાં 13 પૈસા અને ડિઝલમાં 10 પૈસા ઘટ્યા છે. રાજયમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ ધીમે ધીમે કાબૂમાં અવિ રહ્યો છે અને ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ ચિંતાજનક સ્થિતિ ટ્રાન્સપોર્ટરોની થઈ રહી છે દિવસે દિવસે પેટ્રોલ કરતા ડિઝલ મોંઘુ થઈ ગયું છે. આજે પેટ્રોલમાં 13 પૈસા ઘટતા 75.35 અને ડિઝલમાં 10 પૈસા ઘટતા 76.19 રૂપિયે વેંચાઈ રહ્યુ છે. જ્યારે ડિઝલ 84 પૈસા પેટ્રોલ કરતા મોંઘુ વેચાઈ રહ્યું છે.