રોડની સાઈઝ ગમે તેટલી હોય તો પણ મળશે લોજિસ્ટિક છૂટNovember 06, 2018

 બાંધકામGDCRના નવા સુધારા આજથી બહાલ: બહુમાળી ઈમારતોમાં હવે 24 લોકોની કેપેસીટી વાળી લિફટની છૂટ
રાજકોટ તા,6
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા માર્ચમાં પ્રસિધ્ધ જીડીસીઆરના નવા જાહેરનામામાં સુધારા - વધારા બાદ ગઈકાલે નોટિફિકેશન જાહેર કરાયુ છે. નવા સુધારાથી અગાઉ ટીપી સ્કીમમાં 30 મીટરના રોડ પર લોજિસ્ટિક છૂટછાટ મળતી હતી હવે તે રોડની સાઈઝ ગમે તેટલી હોય તો પણ છૂટ મળશે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગે બાંધકામ અંગેના જીડીસીઆરના તા.31-3-2018ના જાહેરનામામાં જરુરી સુધારા બાદ તા.5-9-2018ના રોજ નવું નોટિફિકેશન જારી કર્યું છે કે, જે બિલ્ડરોએ કોન્ટ્રાકટરોએ કે ડેવલપરોએ તા.28-3-2018 પહેલા બાંધકામની પરમિશન લીધી હશે અને જો તેમનો બાંધકામનો એરિયા નોન - ટીપી વિસ્તારમાં હશે તો તેમને 1000 ચો.મી. સુધીના પ્લોટમાં કોઈ કપાત નહીં લાગે. પણ જો બાંધકામ એરિયા 1000 ચો.મી.થી વધુ હશે તો તેમને 20 ટકા કપાત લાગશે. અગાઉ ટીપીના 30 મીટરના રોડ ઉપર જ લોજિસ્ટિક્સ માટે છૂટછાટ મળતી હતી, હવે ડીપીમાં દર્શાવેલા લોજિસ્ટિક ઝોનમાં ટીપીનો રોડ ગમે તેટલા મીટરનો હશે તો પણ છૂટછાટ મળશે. શહેરી વિસ્તારની બહારના વિસ્તારો એટલે કે ડી-8 કેટેગરીમાં બાંધકામ માટે નગરપાલિકામાં જે નિયમો હશે તે જ લાગુ પડશે.
ગામતી વરાતી 5 હજારની હોય તો તે ગામના ગામતળ બહારનો 300 મીટરનો પટ્ટો ગામતળ બહારનો 300 મીટરનો પટ્ટો ગામતળ એકસ્ટેન્શન ઝોન ગણાશે અને એમાં નિયમો આર-2 મુજબના રહેશે. જો વસતિ 5 હજાર કરતા વધુ હશે તો ગામતળ બહારનો 600 મીટરનો પટ્ટો ગામતળ એકસ્ટેન્શન ઝોન ગણાશે.
અગાઉ મલ્ટિપ્લેક્સિસના બાંધકામમાં સીટની કેપેસિટી પ્રમાણે સ્કીનની પરમિશન મળતી હતી. 250 સીટ હોય તો 3 સ્ક્રીન લગાવવાની

પરમિશન મળતી હતી. હવે 300 સીટ હશે તો 5 સ્ક્રીનની પરવાનગી મળશે. એટલે કે 60 સીટની કેપેસિટીવાળા 5 સ્કીન લગાવી શકાશે.
અગાઉ લિફટની કેપેસિટી મિનિમમ 6 માણસોની અને વધુમાં વધુ 12 માણસોની રાખી શકાતી હતી. હવે 24 માણસોની ક્ષમતાવાળી લિફટ લગાવી શકાશે. અગાઉના નોટિફિકેશનમાં ગુડા વિસ્તારમાં ગાંધીનગરના રાંધેજા ગામના ગામતળ એકસ્ટેન્શન ઝોનમાં કેટલી એફએસઆઈ મળશે તેનો ઉલ્લેખ નહતો. હવે રાંધેજાના ગામતળ એકસ્ટેન્શન ઝોનમાં કે જ્યાં આર-5 ઝોન છે ત્યાં 2 એફએસઆઈ મળશે. પહેલી 0.5 એફએસઆઈ ચાર્જેબલ રહેશે અને એ પછી 1.5 એફએસઆઈ ફી મળશે. ગામતળ વિસ્તારમાં થતા બાંધકામ અગાઉ ફ્રન્ટ સાઈડે 25 ટકા જગ્યા ફરજિયાત ખુલ્લી રાખવી પડતી હતી. તેમાં હવે છૂટછાટ અપાઈ છે.   બિનખેતીની પ્રક્રિયા લાભ પાંચમથી થશે ઓનલાઈન
રાજ્યભરમાં લાભ પાંચમથી એટલે કે 12મી નવેમ્બરથી ખેતીની જમીનને બિનખેતીની જમીન કરવા માટે મંજૂરી લેવા માટેની પ્રક્રિયાને ઓનલાઇન કરવાનો મહત્વનો નિર્ણય સરકારે કર્યો છે.ગુજરાતની તમામ કલેકટર કચેરીઓ અને જિલ્લા પંચાયતોમાં પણ બિનખેતી પરવાનગી - એન.એ. પ્રક્રિયા ઓનલાઇન કરી દેવાશે. ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવા માટે નાગરીકોએ અધિકારી - કર્મચારીઓને પપ્રસાદીથ ધરવી પડે છે. જમીનનાં વાર પ્રમાણેનાં તેમજ પાર્ટીની જરૂરીયાત મુજબના નાણા પડાવવામાં આવે છે. તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરાયા છતાં જો પવહીવટથ ન કરાયો હોય તો બિનખેતીની મંજૂરી મળી શકતી નથી. ઉચ્ચ અધિકારીઓ પૈસા નહીં આપનારી પાર્ટીઓને ધક્કા ખવડાવીને થકવાડી દે છે.