ચંદ્રપાર્કમાં મંદિર તોડી પાડતા સ્થાનિકોનો કોર્પોરેશનમાં

  • ચંદ્રપાર્કમાં મંદિર તોડી પાડતા સ્થાનિકોનો કોર્પોરેશનમાં
  • ચંદ્રપાર્કમાં મંદિર તોડી પાડતા સ્થાનિકોનો કોર્પોરેશનમાં

રાજકોટ તા. 6
દિવાળીના તહેવારો શરૂ થઈ ચુકયા છે ત્યારે મહાનગરપાલીકાએ લોકોને પરેશાની ઉભી થાય તે પ્રકારની ફૂડ ચેકીંગ, ડિમોલીશન, સીલીંગ સહિતની કાર્યવાહીને બ્રેક લગાવી છે છતા આજરોજ અંગત હિત અથવા કોઈની ભલામણના તાબે થઈને ઈસ્ટ ઝોનમાં ચંદ્રપાર્ક સોસાયટીમાં વગર નોટીસે મંદિરનું બાંધકામ તોડી પાડતા સ્થાનિકોમાં રોષ ભભૂકયો હતો અને 100 થી વધુ લોકો ટોળાએ કોર્પોરેશન ખાતે હંગામો બોલાવી મ્યુ.કમિશ્ર્નરને રજૂઆત કરવા ગયેલ પરંતુ મનપામા એક પણ ઉચ્ચ અધિકારી ન ફરકા ટોળાએ કોર્પોરેશન ખાતે અડીંગો જમાવ્યો હતો.
મનપાની ટીપી શાખા દ્વારા આજરોજ વહેલી સવારે 7 વાગ્યે મોરબી રોડ પર આવેલ ચંદ્રપાર્ક સોસાયટીમાં ટીપી સ્કીમ નં.19 ના ફાઈનલ પ્લોટ નં.50/એ કોમર્શિયલ હેતુના રીઝર્વેશન પ્લોટ પર થયેલ મંદિરનું બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરતા સ્થાનિક રહેવાસીઓએ એકઠા થઈ ડિમોલીશન અટકાવવાનો પ્રયત્ન કરતા વિજીલન્સના જવાનોએ લોકોને દૂર હટાવી ભારે સમજાવટના અંતે મંદિરનુ બાંધકામ તોડી પાડવામાં આવ્યુ હતું છતા સ્થાનિકોનો વિરોધ યથાવત રહ્યો હતો આ વિસ્તારના કોર્પોરેટરની મધ્યસ્થિતી મામલો થાળે પડયા બાદ ટોળુ કોર્પોરેટરની આગેવાનીમાં મનપાની કચેરી ખાતે ઘસી ગયુ હતુ જયાં હંગામો મચાવી મંદિરનુ બાંધકામ નોટીસ આપ્યા વગર તોડી પાડવામાં આવ્યુ છે અને લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય આચર્યુ હોવાનું જણાવી મંદિરની આજુબાજુમાં આવેલ મિલ્કતોને પણ 50 હજારથી વધુનુ નુકશાન કર્યાનો આક્ષેપ કર્યો હતો.
ઈસ્ટઝોનમાં વોર્ડ નં.4 માં ચંદ્રપાર્ક સોસાયટીમાં મંદિરનુ બાંધકામ તોડી પાડયા બાદ સ્થાનિકોએ કોર્પોરેશન ખાતે ઘસી જઈ વિરોધ પ્રગટ કર્યો હતો અને મ્યુ.કમિશ્ર્નરને રજૂઆત કરવા માટે ઓફિસે પહોંચ્યા હતા પરંતુ કમિશ્ર્નર
(અનુસંધાન પાના નં. 10)
સહિત એક પણ ઉચ્ચ અધિકારી ચેમ્બરમાં હાજર ન રહેતા ટોળાએ રજૂઆત કરવાની જીદ સાથે કચેરીમાં અડીંગ જમાવતા વિજીલન્સના સ્ટાફ દ્વારા તાત્કાલીક બંદોબસ્ત મુકી દેવાયો હતો આમ આજરોજ તહેવારો હોવા છતા લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી મહાનગરપાલીકાની ટાઉન પ્લાનીંગ શાખાએ મંદિરનુ બાંધકામ તોડવાનું દુ:સાહસ કરતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.