રંગોળી સ્પર્ધાનો સાંજે 4 વાગ્યાથી પ્રારંભNovember 06, 2018

રાજકોટ તા.6
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા રેસકોર્ષ ખાતે ત્રિદિવસીય દિવાળી ઉત્સવનું આયોજન કર્યુ છે. જેમાં રંગોળી સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજ સુધીમાં 625 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવતા આજે સાંજે 4 વાગ્યાથી રાત્રીના 1ર વાગ્યા સુધી 600 પરીવારો એકસાથે રંગોળી બનાવી અદ્દભૂત નઝારો પ્રસ્તુત કરશે.
મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવેલ કે દિવાળીના
શુભ પ્રસંગને દિપાવવા માટે મહાનગરપાલીકાએ રેસકોર્ષ રીંગરોડ ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યુ છે. ફક્ત 20 સ્વયંસેવકો દ્વારા સમગ્ર આયોજન પાર પાડવામાં આવશે તેમજ કલર સહિતનો ફક્ત રૂા.30,000 નો જ ખર્ચ થનાર છે. આજે સાંજે 4 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી 625 સ્પર્ધકો પોતાના પરીવાર સાથે રંગોળી બનાવશે. ત્યારબાદ આયોજકો દ્વારા અને નિર્ણાયકો દ્વારા તમામ રંગોળીઓની ફોટોગ્રાફી તેમજ કેટેગરી નક્કી કર્યા બાદ પ્રથમ ત્રણ રંગોળીઓની પસંદગી કરવામાં આવશે અને આ રંગોળી બનાવનાર સ્પર્ધકોને અનુક્રમે 25000, 15000 તથા 10000 ના ઇનામથી નવાજવામાં આવશે.
રેસકોર્ષ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવેલ છે. જેનું સંચાલન ચિત્રનગરીના આયોજક દ્વારા કરવામાં આવશે. શહેરની તમામ દિવાલો ઉપર ચિત્ર દોરવાનું કાર્ય કરનાર ચિત્રનગરીના આયોજકો દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. કલર અને અન્ય વ્યવસ્થા મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવી છે. આમ આજે રાત્રીના 1ર વાગ્યા પછી રેસકોર્ષ રીંગરોડ રંગબેરંગી રંગોળીઓથી ઝળહળી
ઉઠશે. જેનો લાભ લેવા સર્વે શહેરીજનોને મ્યુનિસિપલ કમિશ્નરે આમંત્રણ
પાઠવ્યું છે.

 
 
 

Related News