મંડપ, બેનર, છાજલી ઉપર મનપાની તવાઇ: 3 લાખનો દંડ

  • મંડપ, બેનર, છાજલી ઉપર મનપાની તવાઇ: 3 લાખનો દંડ

રાજકોટ તા.6
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: 29/10/2018 થી તારીખ: 05/11/2018 ના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, શાકભાજી-ફળો, અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. મંડપ-બેનર-છાજલી કમાનનું ભાડું તથા જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.
રસ્તા પર નડતર 6 રેંકડી-કેબીનો ભક્તિનગર, શનિવારી બજાર, ચંદ્રેશનગર હોકર્સ ઝોન વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, 20 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને ચંદ્રેશનગર હોકર્સ ઝોનથી જપ્ત કરવામાં આવ્યા હતા, જુદી જુદી 23 પરચુરણ વસ્તુઓ જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય તેવી વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ હતી, જે શનિવારી બજાર, કાલાવડ મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. અન્ય 2,14,550/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો, જે સદર બજાર, ગુંદાવાડી, કેનાલ રોડ, ગાયત્રીનગર, સહકાર મેઇન રોડ, કોઠારીયા મેઈન રોડ, જંકશન મેઈન રોડ, યાજ્ઞિક રોડ, હોસ્પિટલ ચોક, ગોંડલ રોડ, ભક્તિનગર સર્કલ, કોઠારીયા નાકા, હાથીખાના, જામનગર રોડ, ઢેબર રોડ, રેલનગર, વિવેકાનંદ ચોક, દોશી હોસ્પિટલ, યુનિવર્સીટી રોડ, નાના મવા, એસ.કે.ચોક, સાધુ વાસવાણી રોડ, પારેવડી ચોક, પેડક રોડ, સંતકબીર રોડ, ગોવિંદ બાગ અને ગ્રીનલેન્ડ ચોક પરથી વસુલ કરવામાં આવેલ હતો. તેમજ રૂ/- 1,06,334/- મંડપ અને છાજલીનો ચાર્જ ચુનારવાડ રોડ, ભાવનગર રોડ, ગોંડલ રોડ, મવડી રોડ, યુનિવર્સીટી રોડ, રૈયા રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રીંગ રોડ, અમીન માર્ગ, લાખના બંગલાવાળો રોડ, રામાપીર ચોકડી, પેડક રોડ, સંત કબીર રોડ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરમાંથી નડતરરૂપ 13 બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા, જે બીગ બજાર સર્કલ અને બાલાજી હોલ પરથી જપ્ત કરવામાં આવેલ હતા. શહેરના અલગ અલગ 13 હોકર્સ ઝોન ચુનારાવાડ, દૂધ સાગર રોડ, આજી જી.આઈ.ડી.સી., કોઠારીયા મેઇન રોડ, ચંદ્રેશનગર, મોરબી રોડ, રેસકોર્ષ, અમીનમાર્ગ, જયુબેલી માર્કેટ, માંડા ડુંગર, મોરબી જકાત નાકા વિગેરે હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.