નહેરુનગરના પટેલ વેપારીએ 50 હજારના 80 હજાર ચૂકવ્યા છતાં અપહરણ કરી આપી ધમકી

રાજકોટ તા.6
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ અનહદ વધી ગયો છે ત્યારે ઘડિયાળના ગ્લાસનાં વેપારીનું વ્યાજખોરોએ અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ વ્યાજની માંગણી કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
રાજકોટના નહેરુનગરમાં રહેતા અને ઘડિયાળના ગ્લાસ બનાવવાનું કામ કરતા મહેશભાઈ બટુકભાઈ રામોલીયાએ દોઢેક વર્ષ પૂર્વે હેમતભાઈ દેવાયતભાઈ બોરીચા અને રણજિત દેવાયતભાઈ બોરીચા પાસેથી 50 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા જે રકમ મહેશભાઈ અને તેના ભાઈ ચુનીભાઈએ કટકે કટકે વ્યાજ સહીત 80 હજાર ચૂકવી દીધા હતા તેમ ચાહતા ગઈકાલે રાત્રે વ્યાજખોરોએ વધુ રૂપિયા 55 હજાર કઢાવવા મહેશભાઈનું એક્ટિવામાં અપહરણ કરી ઉઠાવી લઇ જઈ પીપળીયા હોલ નજીક આવેલ ક્રિષ્ના ડેકોર નામની ઓફિસે લઇ જઈ હેમંત, રણજિત અને બે અજાણ્યા શખ્સોએ લાકડીનો ધોકો દેખાડી જાનથી મારી નાખવાની અને ઓફિસમાં પુરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી આ અંગે ચુનીભાઈએ વ્યાજખોર બે ભાઈ સહીત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી એન વાંઝા સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
જયારે ફરિયાદી દ્વારા અંદરોઅંદર સમાધાન થઇ ગયું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.