હરીધવા રોડ ઉપર એટીએમમાં ચોરી કરવા તસ્કર ઘુસ્યો: મુંબઈ સાઇરન વાગતા ઝડપાયો

  • હરીધવા રોડ ઉપર એટીએમમાં ચોરી કરવા તસ્કર ઘુસ્યો: મુંબઈ સાઇરન વાગતા ઝડપાયો
  • હરીધવા રોડ ઉપર એટીએમમાં ચોરી કરવા તસ્કર ઘુસ્યો: મુંબઈ સાઇરન વાગતા ઝડપાયો

રાજકોટ તા.6
રાજકોટમાં તહેવાર ટાણે જ તસ્કરો બેકાબુ બન્યા હોય તેમ હરીધવા રોડ ઉપર આવેલ એટીએમ સેન્ટરમાં એક તસ્કર ચોરી કરવા ઘુસ્યો હોય તે અંગે મુંબઈ હેડ ઓફિસમાં સાયરન વાગતા પોલીસને જાણ કરતા પોલીસે એટીએમ સેન્ટરમાંથી તસ્કરને દબોચી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના હરીધવા રોડ ગોકુલધામ સોસાયટી નજીક આવેલ એક્સિસ બેન્કના એટીએમમાં ચોરી કરવા એક શખ્સ ઘુસ્યો હોય જેથી અનલીગલી પ્રવેશ અંગે મુંબઈ હેડ ઓફિસમાં સાયરન વાગતા તાકીદે રાજકોટ ઓફિસને જાણ કરવામાં આવતા કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી જેથી માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ યુ બી જોગરાણા, આર બી જાડેજા સહિતનો સ્ટાફ સિફતપૂર્વક પીસીઆર વાનની સાયરન અને લાઈટ બંધ કરીને એટીએમ સેન્ટરમાં પહોંચ્યો હતો અને ચોરી કરી રહેલા શખ્સને એટીએમ તોડી અને ચોરી કરે તે પૂર્વે જ રંગેહાથ ઝડપી લીધો હતો હાલ માલવીયાનગર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.