લીલી પરિક્રમાના રૂટ ઉપર અગ્નિ જલાવનાર સામે કાર્યવાહી

જૂનાગઢ તા.6
સિધ્ધ યોગીઓના પરમધામ એવા ગિરીવર ગિરનાર પર્વતની ગણના પવિત્ર તીર્થ સ્થાનોમાં થાય છે. આથી સેંકડો શ્રધ્ધાળુઓ દર વર્ષે કારતક સુદ 11 ને દેવ દિવાળીથી 4 દિવસ યોજાતી લીલી પરિક્રમામાં ભકિતનું ભાથુ બાંધવા ઉમટી પડે છે. ગિરનાર ફરતે 36 કી.મી. ની આ પરિક્રમાનું આગવુ ધાર્મિક મહત્વ છે. ત્યારે ભકિતનું ભાથુ બાંધવા આવતા શ્રધ્ધાળુઓને જૂનાગઢ વન વિભાગ ધ્વારા પર્યાવરણની જાળવળી સહિત કેટલીક બાબતોએ ખાસ ધ્યાન દોરી તેમાં સહયોગ આપવા અપીલ કરી છે. આ વર્ષે પરિક્રમાં તારીખ:-19-11-2018 થી શરૂ થનાર છે. અને તારીખ:- 23-11-2018ના રોજ પુરી થાય છે. આ પરિક્રમા માં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે, જંગલ, વન્યપ્રાણી પર્યાવરણના હિતની જાળવણી તથા નિયમન કરવાનું જરૂરી હોય જૂનાગઢ વન વિભાગના નાયબ વન સંરક્ષક જૂનાગઢ વનવિભાગે પરિક્રમાર્થીઓને ખાસ અનુરોધ કર્યો છે. ગિરનાર જંગલમાં પરિક્રમા દરમ્યાન ઉપરોકત નકકી કરેલ રસ્તા અને કેડી ઓ સિવાયના અન્ય જંગલ વિસ્તારમાં કોઇએ પણ પ્રવેશ કરવો નહી. અને વન્ય પ્રાણી, પશુઓને છંછેડવા નહી. અનામત જંગલમાં બીન અધિકૃત પ્રવેશ કરીને ઝાડો કે ઝાડની ડાળીઓ, વાંસ વિગેરેનું કટીંગ કરવું નહી. તેમજ જંગલમાં કે કેડી રસ્તા ઉપર અગ્નિ સળગાવવા નહીં અને જંગલ ને નુકશાન થાય તેવા કૃત્યો કરવા નહી.ગુન્હો કરનાર સામે દંડની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પરીક્રમા દરમ્યાન સરકારી ફરજ પર રોકાયેલા વાહનો તેમજ આ ખાતાની પરવાનગી મેળવેલ હશે તે સિવાયના કોઇપણ પ્રકાર ના વાહનો ને જાહેર રસ્તા કે કેડી ઉપર અવર-જવર ઉપર પ્રતિબંધ છે. પરિક્રમા દરમ્યાન કોઇપણ જાતની પ્લાસ્ટીકની કે બેગનો ઉપયોગ કરવા ઉપર સખત પ્રતિબંધ મુકવામાં આવે છે. પરિક્રમા દરમ્યાન પાનમાવા ગુટખા તમાકુ બીડી સીગારેટ સાધુ ડીટર્ઝન્ટ વિગેરેનાં વેંચાણ તેમજ વપરાશ ઉપર સંપુર્ણ પ્રતિબંધ રાખવામાં આવેલ છે. જંગલમાં પાણી તેમજ જમીનને પ્રદુષીત કરવા નહીં, ઉપરોકત જાહેરાત વિજ્ઞપ્તિના ભંગ કે ઉલંધન કરનાર
સામે 1972 ના ભારતના વન અધિનિયમની વિવિધ કલમો અંતર્ગત કલમો દર્શાવેલી શિક્ષાને પાત્ર ઠરશે તેમ વનસંરક્ષકે જણાવ્યુ છે.