માધાપર ચોકડીએ ટ્રાફિક જવાનને હડફેટે લઇ ઓડી કાર ડિવાઇડરમાં ઘૂસી ગઈ

  • માધાપર ચોકડીએ ટ્રાફિક જવાનને હડફેટે લઇ ઓડી કાર ડિવાઇડરમાં ઘૂસી ગઈ
  • માધાપર ચોકડીએ ટ્રાફિક જવાનને હડફેટે લઇ ઓડી કાર ડિવાઇડરમાં ઘૂસી ગઈ
  • માધાપર ચોકડીએ ટ્રાફિક જવાનને હડફેટે લઇ ઓડી કાર ડિવાઇડરમાં ઘૂસી ગઈ

રાજકોટ તા.6
રાજકોટની માધાપર ચોકડી નજીક બેકાબુ બનેલા ઓડી કારના ચાલકે ટ્રાફિક બ્રિગેડને હડફેટે લેતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો છે જયારે કારચાલકને પણ ઇજા થતા તે પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં રહેતો અને ટ્રાફિક બ્રિગેડ તરીકે કામ કરતો એઝાઝ હુસેન રીઝવી નામનો યુવાન રાત્રે માધાપર ચોકડીએથી પોતાની નોકરી પુરી કરી ઘરે જવાની તૈયારી કરતો હતો ત્યારે જી જે 2 બી એચ 5413 નામનારની કાળા કલરની ઓડી કારના ચાલકે ગફલત રીતે ચલાવી ટ્રાફિક બ્રિગેડને હડફેટે લેતા ડિવાઈડર સાથે અથડાવતાં અકસ્માત સર્જાયો હતો ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા કારચાલક કાર રેઢી મૂકી નાસી છૂટ્યો હતો જયારે ઘવાયેલા ટ્રાફિક બ્રિગેડને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પીઆઇ ઓડેદરા, પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને કાર નંબર આધારે તપાસ કરતા મહેસાણા પાસિંગની આ ઓડી કાર વલ્લભ બાબરીયા નામના વ્યકિતની હોવાનું અને કાર તેનો પુત્ર સચિન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે અકસ્માત થયો ત્યારે પિતા-પુત્ર સાથે હોવાનું જાણવા મળ્યું છે.