મેઘજીભાઇ પુંજાભાઇ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

રાજકોટ, તા.6
સેવા સંસ્થા સ્વ. મેઘજીભાઇ પુંજાભાઇ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય, શૈક્ષણિક મેડીકલ સાંસ્કૃતિક સુપ્રવૃતિઓ સતત કરવામાં આવે છે. માનવતાની સૌથી શ્રેષ્ઠ એવી રક્તદાન પ્રવૃતિને ઉતેજન આપવા તેમજ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દી નારાયણ, દરીદ્ર નારાયણ તેમજ થેલેસેમિયા પીડીત બાળકોના લાભાર્થે ‘મહારક્તદાન શિબિર’નું આયોજન વિદ્યા કુંજ સોસાયટી કોમ્યુનીટી હોલ (વિદ્યાકુંજ સોસાયટી શેરી નં.2, અમીન માર્ગ, રાજકોટ) ખાતે કરવામાં આવ્યું હતું.
આ મહારક્તદાન શિબિરમાં 72 રક્તદાતાઓએ પોતાના રક્તનું દાન કર્યું. સાથમાંજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન સંકલ્પપત્રો ભરાવાયા હતા તેમજ થેલેસેમિયા જાગૃતિ અભિયાનનો શુભારંભ કરાયો હતો. પક્ષીઓના જીવન બચાવવા પક્ષીના પાણી પીવાના કુંડા (રામપાતર) તેમજ ચકલીના માળા, ગૌમાતાની પાણી પીવાની કુંડીનું આ શિબિરમાં એનીમલ હેલ્પલાઇનના સહકારથી નિ:શુલ્ક વિતરણ કરાયું હતું.