રામપાર્કના યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

રાજકોટ તા.6
શહેરના રામ પાર્ક વિસ્તારમાં રહેતા શુભમ વાલજીભાઇ પટેલ નામના 18 વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય બનાવમાં કોઠારીયા રોડ પર ન્યુ ગણેશ સોસાયટીમાં રહેતા નિલેશ સુરેશભાઇ ટાંક (ઉ.વ.20) એ મંદીથી કંટાળી અને મોચીબજારમાં તીલક પ્લોટમાં રહેતા જીતુ અરવિંદભાઇ રાઠોડ નામના 25 વર્ષના યુવાને કોઇ અગમ્ય કારણસર ફીનાઇલ ગટગટાવી લીધી હતી. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.