શહેરના છેવાડાના વિસ્તારોમાં બાળકોએ માણી દિવાળીની મોજNovember 06, 2018

રાજકોટ તા,6
શહેરની ઝુપડપટ્ટીઓ તથા પછાત વસતા બાળકો માટે તથા સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકો માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી સંસ્થા શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ઉપક્રમે ધનતેરસના શુભ દિવસે સ્થળ ઉપર જઈ બાળકોને ચોકલેટ, ફટાકડા તથા મિઠાઈનું વિતરણ કરાયું હતું.
સુખી સંપન્ન પરિવારના બાળકોને ફટાકડા ફોડવાનો તથા મીઠાઈ ખાવાનો આનંદ માણતા જોઈ મનમાં રંજ અનુભવતા બાળકોના હાથમાં મીઠાઈ તથા ફટાકડાના પેકેટ આવવાથી તેએા હર્ષની ચીચીયારીઓ કરી ઉઠયા હતા તથા દિવાળીની મોજ માણી હતી.
આ તકે અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમિનેષભાઈ રૂપાણી સાથે મ્યુનિ.કમિશ્નર બંછાનીધી પાની, સીમાબેન બંછાનીધી પાની:, મેયર બીનાબેન આચાર્ય, ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ગુજરાત ભાજપ પ્રદેશ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ, કૃણાલ સ્ટ્રકચર ઈન્ડિયા પ્રા.લી.ના પારસભાઈ અને મુકેશભાઈ સોની, રામ ફાયરવકર્સના વિક્રમભાઈ લાલવાણી તથા ભરતભાઈ સોનવાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ મુકેશભાઈ મહેતા, કોર્પોરેટર બાબુભાઈ આહિર, આશિષભાઈ વાગડીયા, અંજનાબેન મોરઝરીયા, દુર્ગાબા જાડેજા, કશ્યપભાઈ શુકલ, પરેશભાઈ પીપળીયા, મુકેશભાઈ રાદડીયા, અનિલભાઈ રાઠોડ, પ્રિતિબેન પનારા, દક્ષાબેન ભેંસાણીયા, દેવદાનભાઈ કુગશીયા, જયંતિલાલ ધાંધલ, જે.કે.આચાર્ય, સરોજબેન આચાર્ય, બિપીનભાઈ વસા, ગીતાબેન વસા તથા કર્મચારીઓએ સ્થળ ઉપર જઈ ચોકલેટ, ફટાકડા તથા મિઠાઈનું વિતરણ કર્યુ હતું.
કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, નિરદભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ રત્નોતર તથા કર્મચારીઓ શ્રી શિતલબા ઝાલા, પ્રિતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, મંજુલાબેન ભાલાળા, સગીતાબેન રાઠોડ, રાહુલભાઈ દુધરેજીયા, વલ્લભભાઈ વરચંદ, વર્ષાબેન મકવાણા, દિપકભાઈ જોષી, દેવજીભાઈ પરમાર, પ્રવિણભાઈ ખોખર, અનુપભાઈ રાવલ, હરદિપસિંહ ઝાલા, પારસભાઈ બાખડા, કાંતિભાઈ નિરંજની, વંદનાબેન વાટલીયા, ચાર્મીબેન રાજવીર, પૂજાબેન ભટ્ટી, નિરાલીબેન રાઠોડ, જયપાલભાઈ સોલંકી, સાગરભાઈ પાટીલ, શરદભાઈ મકવાણા, હિમાંશુબેન મહેતા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.