બાલભવન તથા સીટીઝન્સ કો.ઓપ. બેન્કના સંયુકત ઉપક્રમે સ્નેહમિલન

રાજકોટ તા.6
તા.8 ને નુતન વર્ષ દિને બાલભવન અને સીટીઝન્સ કો.ઓપ.બેન્ક લી.ના સંયુક્ત ઉપક્રમે શહેરના શ્રેષ્ઠીઓ, પ્રેસ-મીડિયાના આગેવાનો, સામાજીક કાર્યકરો, સહકારી આગેવાનો, અગ્રગણ્ય વેપારીઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ, શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા, વિવિધ ક્ષેત્રના તજજ્ઞો, બાળકો અને વાલીઓ તથા બાલભવન સ્ટાફ તથા સીટીઝન્સ કો.ઓપ. બેન્ક લી.ના સ્ટાફ પરીવારનું સ્નેહમિલન મનુભાઇ વોરા સભાગૃહ, બાલભવન, રેસકોર્ષ ખાતે સવારે સમય 9 થી 9.4પ કલાક સુધી યોજાશે.