વી.વી.પી. કોલેજ દ્વારા છાત્રો, સ્ટાફ અને દાતાઓને સુકા મેવાનું વિતરણNovember 06, 2018

રાજકોટ તા.6
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ દિવાળી તથા નુતન વર્ષ નિમિત્તે વીવીપી ઇજનેરી કોલેજ તથા ઇન્દુબાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચર કોલેજ તથા હરસુખભાઇ કે. ધ્રુવ સેન્ટર ઓફ પ્લાનીંગના તમામ વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ, વીવીપી પરીવારના શુભેચ્છકોને સુકો મેવો (કાજુ, બદામ, પીસ્તા, કીસમીસ) પહોચાડવાની વીવીપીની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે.
આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીયાર, આર્કીટેક કોલેજના નિયામક કિશોરભાઇ ત્રિવેદી, વીવીપીના પ્રિન્સીપાલ ડો.યોગેશભાઇ દેશકર, આર્કીટેક કોલેજના પ્રિન્સીપાલ દેવાંગભાઇ પારેખે દિવાળી નુતન વર્ષની શુભકામના પાઠવતા જણાવે છે કે રામરાજ્યમાં નાગરીકો શારીરિક રીતે સુદ્રઢ, માનસીક રીતે સંયમી, બૌધ્ધિક રીતે વિવેકશીલ આત્મીક રીતે સેવાભાવી હતા. આથી જ ભગવાન શ્રીરામનું નામ, ભગવાન રામનું ચારિત્ર અને ભગવાન રામના આદર્શોયુક્ત ભવ્ય રામ મંદિરના નિર્માણ દ્વારા રામરાજ્ય સ્થાપવા નુતન વર્ષે આપણે સૌ સંકલ્પ કરીએ.
હાલના ટેકનોલોજીકલ યુગમાં સોશ્યલ મીડિયા એટલે કે કમ્પ્યુટર, મોબાઇલ, ટવીટર, વોટસએપ, ફેસબુક, ઇન્ટરનેટની વિદ્યાતક અસરો વિશે જણાવેલ કે સામાજીક-માનસિક વિકૃતિઓને પેદા કરી રહેલ છે. પરીવારના સભ્યો-મિત્રવર્તુળોમાં ઝઘડા કરાવી રહેલ છે. વિચારો અને વ્યવહાર પર નકારાત્મક અસરો પડતી હોય જીવનશૈલી બદલવાથી વ્યક્તિગત સંબંધો ખતમ થાય છે. પરીવારના સગા-સંબંધીઓના સાથેના સંબંધોમાં ઉંડી ખાઇ પડી છે. બાળકોમાં સ્વાર્થ અને આક્રમકતાને લીધે દિશાહીનતા આવી છે. મારાપણું, ભાવના-લાગણીઓથી જોડાવવાના બદલે માત્ર દેખાવ કરતા આભાસી સંબંધો બંધાય છે. આભાસી સંબંધો તાણ અને હતાશા જન્માવે છે. વિચારશીલતા, સમજણ અને અંતર્નિહિત શક્તિઓ ધ્વસ્ત થઇ જાય છે. માનવઉર્જા ખોવાઇ જતાં વ્યક્તિ દિશાહીન બની છે. અસામાજીકતા-અવિશ્ર્વાસ અને ચીડીયાપણું ઘર કરવા લાગ્યું છે. મનોરોગી અને દર્દોનો શિકાર, માંદગી સમાજ આકાર લઇ રહ્યો છે.
પ્રત્યેક વિદ્યાર્થી તથા કર્મચારીના ઘર ઘર સુધી વીવીપીનો નાદ ગુંજતો રાખવાનો અને આપણી સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાનો આ પ્રયાસ છે. વિદ્યાર્થી જગત અને કર્મચારીગણ આનંદ સાથે ભારતમાતાને જયજયકાર અને વીવીપી જીંદાબાદના નારા સ્વાભાવિક રીતે બોલાય ગયા હતા. નુતન વર્ષ આપને બધાને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આનંદ પ્રદાન કરે એવી પરમેશ્ર્વરને અંત:કરણપૂર્વક પ્રાર્થના.આ તકે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીયાર, આર્કીટેકચર કોલેજના નિયામક કિશોરભાઇ ત્રિવેદી, વીવીપીના પ્રિન્સીપાલ ડો.જયેશભાઇ દેશકર, આર્કીટેકચર કોલેજના પ્રિન્સીપાલ દેવાંગભાઇ પારેખ હાજર રહી સૌને વર્ષાભિનંદન પાઠવ્યા હતા.