સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રવિવારે સેમિનારNovember 06, 2018

રાજકોટ તા,6
એસ.વાય.ગ્રુપ દ્વારા આગામી તારીખ 11ના રોજ અરવિંદભાઈ મણીયાર હોલ,જ્યુબેલી ગાર્ડન પાસે,રાજકોટ ખાતે સરકારી નોકરી પ્રાપ્ત કરવા માંગતા તેમજ જી.પી.એસ.સી.,યુ.પી.એસ.સી. ની પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ જનરલ નોલેજ પ્રાપ્ત કરવા માંગતા યુવાઓ માટે એસ.વાય. ગ્રુપ-ગુજરાત દ્વારા એક ખાસ સેમીનાર નું આયોજન કરેલ છે. જેમાં હાલમાં જ લેવાયેલ યુ.પી.એસ.સી. ની પરીક્ષા માં ગુજરાતમાં સૌથી નાની ઉંમરે આઈ.પી.એસ. અધિકારી બનેલ શફિન હશનસાહેબ ખાસ હાજરી આપી યુવાઓને માર્ગદર્શન આપશે તેમજ તેમની સાથે નાની ઉંમરે સિવિલ જજ કમ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ બનેલ ઉમરખાન પઠાણ, શૈલેષભાઈ સગપરિયા સાહેબ (વિભાગીય નાયબ નિરીક્ષક, લોકલ ફંડ ઓડિટ, રાજકોટ) સારીક એહમદ સાહેબ (આસીસ્ટન્ટ કમિશ્નર શ્રી, મીનીસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, ભારત સરકાર) નિર્મલકુમાર ગોગરા સાહેબ (આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ જીએસટી, ગુજરાત સરકાર) આ બધા જ મહાનુભાવો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને સરકારી નોકરી કઈ રીતે મેળવવી તે અંગેનું સચોટ માર્ગદર્શન આપશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે મોહસીનખાન ડી.પઠાણ મો.9228432560 અને આસિફભાઈ સિપાઈ મો.84606 78692 પર સંપર્ક કરવાનો રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આસીફભાઈ સિપાઈ (રાજકોટ), મોહસીનખાન ડી.પઠાણ(ચોટીલા),મુશર્રફ મોગલ (રાજકોટ), ડો.અવેશ ચૌહાણ (પોરબંદર), શબ્બીરખાન પઠાણ (ચુડા), ઈરફાન મોગલ (રાજકોટ), હુસેન શેખ (રાજકોટ), રફીકભાઈ ચૌહાણ (જસદણ), ઝરીનાબેન ખફીફ (રાજકોટને), નિલેશભાઈ રાવલ (ગીતાંજલિ કોલેજ રાજકોટ) સહિતના સભ્યો તડામાર તૈયારી કરી રહ્યા છે.

 
 
 

Related News