શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા ધનવન્તરી પૂજનNovember 06, 2018

રાજકોટ તા.6
જેમાં આરોગ્યનું અમૃત આવેલું છે એવા ભગવાન ધન્વન્તરી કે જેઓ આરોગ્યના દેવતા છે. તેમનું પ્રાગટય ધનતેરસના રોજ થયેલું જે ધન્વન્તરી જયંતી તરીકે પણ ઓળખાય છે. તે દિવસે કોઇ તેમનું પૂજન-અર્ચન કે સ્મરણ કરશે તે ગૃહ કોઇ અકાળ મૃત્યુ નહીં આવે અને તેના ઉપાસકોના આરોગ્ય અને તંદુરસ્તીનું હંમેશા રક્ષણ થશે તેમ કહેવાય છે ત્યારે શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા ભગવાન ધન્વન્તરીનું પૂજન અર્ચન થયું હતું અને જનસમુહના આરોગ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ તકે શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, ડો.અતુલ પંડયા, ડો.એમ.વી.વેકરીયા, ડો.દર્શિતાબેન શાહ, ડો.ભરત કાકડીયા, ડો.કીર્તિભાઇ પટેલ, ડો.વિશાલ ભીમજીયાણી, ડો.જયેશ રાજ્યગુરૂ, ડો.એન.ડી.શીલુ, ડો.કિશોર દેવળીયા, ડો.શૈલેષ વસાણી, ડો.પ્રદીપ પીઠડીયા, ડો.રમેશભાઇ શાપર, ડો.હિતેષ જાની, ડો,.એમ.કે.કાદરી, ડો.અલ્પેશ મોરજરીયા, ડો.પ્રવિણભાઇ સોલંકી, ડો.વિશ્ર્વાબેન વેકરીયા, ડો.યતીન વૈદ્ય, ડો.ગૌરાંગભાઇ પટેલ, ડો.જયેશ પટેલ, ડો.ભાર્ગવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 
 
 

Related News