લગ્ન કંકોત્રીના બદલે વિડીયોના માધ્યમથી લગ્નનું આમંત્રણ પાઠવાયુંNovember 06, 2018

રાજકોટ તા.6
પ્રકૃતિને આપણે બચાવીશું નહિ તો એક દિવસ વૃક્ષની પરિકલ્પના કરવી મુશ્કેલ બનશે, આવનારી પેઢી માટે વૃક્ષ એક ઈતિહાસ ના બને માટે વૃક્ષનું જતન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. આપણા સૌના સહિયારા પ્રયાસ થકી આપણે નાની નાની બાબતને ધ્યાનમાં રાખી અને પ્રકૃતિનું જતન કરવું જોઈએ.
એમના જ ભાગરૂપે ગુજરાતના સુપ્રસિધ ગાયકોની હરોળમાં જેમનું મહત્વનું સ્થાન છે એવા રમેશભાઈ હીરપરા અને સરસ્વતી હીરપરાના લાડકવાયા શેષાન્ગના શુભ લગ્ન શ્રુંગાલી સાથે આગામી તારીખ 18-11- ના રોજ થવાના છે ત્યારે એમની આમંત્રણ પત્રિકા કાગળના બગાડ વગરને પ્રકૃતિને ધ્યાનમાં રાખી આ ટેક્નોલીજીના યુગમાં ટેકનોલોજીનો સદુપયોગ કરીને બધા લોકોને વિડીઓના માધ્યમથી આમંત્રણ-પત્રિકા મોકલવામાં આવી છે.
આ વિડીઓ આમંત્રણ-પત્રિકાની ખાશિયત એ છે કે દરેકને એમના વ્યકતિગત નામથી આ આમંત્રણ-પત્રિકા મોકલવામાં આવી છે. વિડીઓ પણ વ્યક્તિગત નામથી મોકલવામાં આવ્યો છે.
આવનર સમયમાં પ્રકૃતિને બચાવવા અને આ ટેકનોલોજીના યુગમાં સમયનો સદુપયોગ કરવા માટેનો ભગીનાય પ્રયાસ આ દંપતીએ કર્યો છે.

 
 
 

Related News